Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ

કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ  કરવાના હેતુથી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું પરિભ્રમણ થઈ રહ્યું છે.

Vadodara December 13, 2023
કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ

કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ

વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ  કરવાના હેતુથી વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું પરિભ્રમણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો હતો.

જૂની જીથરડી અને નવી જીથરડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ જોડાઈ હતી. રથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ આ સંદેશો રસપૂર્વક નિહાળ્યો હતો.

રથના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ અને આઇ. સી. ડી.એસ. વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરીને લોકોને જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે..’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા પોતાનો સુખદ અનુભવ વર્ણવીને તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન કાર્ડ, રાષ્ટ્રીય ખાધાન્ન સુરક્ષા એક્ટ, ઉજ્જવલા યોજના, નલ સે જલ જેવી સરકારી યોજનાઓમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરીને નવી જીથરડી ગામ સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચ્યું છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને પાત્રતા ધરાવતા વંચિતો-લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સરપંચ, પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

બેન્કિંગ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
બેન્કિંગ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
April 11, 2023

11મી એપ્રિલ, 2023ના રોજ સેન્સેક્સ ઊંચા સ્તરે બંધ થયો. બેન્કિંગ અને ઓટો શેરોમાં મજબૂત ખરીદીને કારણે આ ઉછાળો જોવા મળ્યો હતો. આ વૃદ્ધિમાં ફાળો આપતા ટોચના પાંચ પરિબળો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express