મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ - BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટસ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શાળાના બાળકોમાં ગુણવત્તા અને માનકને પ્રોત્સાહિત કરતી ગુજરાતી કોમિક બુકનું વિમોચન તથા ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ની ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અર્પણ કરીને સન્માન પણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા તરફ ગતિ કરી રહ્યું છે. આ માટે આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટસ બધું જ વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરે તેવું સક્ષમ બનાવવામાં ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ક્વોલિટી અને સસ્ટેઈનેબલિટીને જે મહત્વ અપાયું છે તેના પરિણામે આજે ઇન્ડિયન પ્રોડક્ટસની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડની અગાઉ જે ઇમેજ હતી તેમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, એક વ્યક્તિથી દેશ, દેશના ઉત્પાદનો, સેવાઓની ગુણવત્તા બધામાં કેટલો મોટો ક્વોલિટેટીવ બદલાવ આવી શકે તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2016 માં જે નવા BIS અધિનિયમો લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશને વેગ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોની માંગ અને અપેક્ષા બેય વધ્યા છે અને ક્વોલિટી પ્રોડક્ટ સાથે ગુજરાતે પબ્લિક ડિલિવરી સિસ્ટમ પણ ગુણવત્તા યુક્ત અને ઝડપી બનાવી છે.
ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં એવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે કે લોકોને સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓમાં પણ ગુણવત્તા અને માનક જળવાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ૨૦૦૯માં ગુજરાત સી.એમ. ઓફિસે ISO 9001 ક્વોલિટી સર્ટીફીકેશન મેળવવાનું ગૌરવ મેળવેલું છે.
મુખ્યમંત્રી કાર્યાલયે આ પરંપરાને હાલ પણ આગળ ધપાવતા ૨૦૨૪ થી ૨૦૨૬ ના સમયગાળા માટે ISO 9001-2015 સર્ટીફીકેશન ક્વોલિટી પબ્લિક ડિલિવરી સિસ્ટમ માટે મેળવ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા અને માનકને મહત્તા આપતાં પ્રોક્યોરમેન્ટ પોલિસી ૨૦૨૪માં પણ BIS સર્ટિફિકેશન ધરાવતી પ્રોડક્ટસ વસ્તુઓની ખરીદીને પ્રેફરન્સ આપવામાં આવે છે.
ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં આ કોન્કલેવના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે BIS અને ગુજરાત સરકારે સાથે મળીને રાજ્યમાં ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ માટે જે વિવિધ પહેલો કરી છે તેની વિગતો આપી હતી.
"ભારતની પ્રખ્યાત મોડેલ સુખપ્રીત કૌરે સુરતના સારોલી વિસ્તારમાં આત્મહત્યા કરી, જેનાથી ચકચાર મચી ગઈ. જાણો આ દુઃખદ ઘટનાની વિગતો, પોલીસ તપાસ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે."
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."