Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વેપારીની જાણ બહાર મકાન પર લોન લઈ 2.25 કરોડની છેતરપિંડી

વેપારીની જાણ બહાર મકાન પર લોન લઈ 2.25 કરોડની છેતરપિંડી

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર શહેરની નજીક અડાલજના બાલાજી ઉપવન સ્કીમમાં રહેતા વેપારી સાથે તેનાજ મિત્ર દ્વારા કરોડો રૃપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. મકાન ઉપર બેંકમાંથી લોન લઈને આ છેતરપિંડી કરવામાં આવતા બેંક કર્મચારી સહિત ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે અડાલજ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

Gandhinagar January 29, 2024
વેપારીની જાણ બહાર મકાન પર લોન લઈ 2.25 કરોડની છેતરપિંડી

વેપારીની જાણ બહાર મકાન પર લોન લઈ 2.25 કરોડની છેતરપિંડી

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અડાલજના બાલાજી ઉપવન સ્કીમમાં રહેતા મૂળ સુરતના જીતેશકુમાર કાંતિલાલ શાહ સરકારી કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે. તેમણે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી કે, અમદાવાદ રખિયાલ ખાતે રહેતા દેવાંગ નાથુરામ વિસાણી દેવ એન્ટરપ્રાઇઝ નામે વ્યવસાય કરે છે અને તેમની સાથે ઓળખાણ થઈ હતી તેમની સાથે આવતા નીરજ સુરેશકુમાર વિસાણી રહે શરણમ રેસીડેન્સી નિકોલ નરોડા સાથે પરિચય થયો હતો. આ દરમિયાન વર્ષ ૨૦૧૮માં જીતેશ કુમારે બાલાજી ઉપવનમાં નવ નંબરનો બંગલો ૨.૧૧ કરોડમાં વેચાણ રાખ્યો હતો અને તેનો દસ્તાવેજ અલ્હાબાદ બેંકમાં હતો. આ દરમિયાન તેઓ સુરત ખાતે હોવાથી દેવાંગ વિસાણી દ્વારા આ દસ્તાવેજ મેળવીને તેમજ જીતેશ કુમારના અન્ય ડોક્યુમેન્ટ મેળવી લઈ મીઠાખળી અમદાવાદ ખાતે આવેલી જના સ્મોલ બેંકમાંથી ૨.૨૫ કરોડ રૃપિયાની લોન મેળવી લેવામાં આવી હતી.

ભાગીદારી પેઢી બનાવીને આ લોન લેવામાં આવી હતી જેમાં જીતેશકુમારને પણ તેમની જાણ બહાર ભાગીદાર બનાવ્યા હતા. જેમાં નીરજ વિસાણીની પણ સંડોવણી હતી ગત જાન્યુઆરી મહિનામાં બેંક તરફથી આ લોન સંદર્ભે નોટિસ મળતા આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો. જેના પગલે હાલ અડાલજ પોલીસ દ્વારા દેવાંગ વિસાણી સહિત ત્રણ સામે ૨.૨૫ કરોડ રૃપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Bank Locker Theft: દિલ્હીની બેંકના લોકરમાંથી લાખોના ઘરેણાં ગાયબ
new delhi
February 18, 2026

Bank Locker Theft: દિલ્હીની બેંકના લોકરમાંથી લાખોના ઘરેણાં ગાયબ

દિલ્હીના કીર્તિ નગર વિસ્તારમાં એક બેંક લોકરમાંથી કિંમતી ઘરેણાં ગાયબ થયાની ઘટના સામે આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણો શું છે સમગ્ર મામલો અને કાયદો.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર પર જીવલેણ હુમલો, ICU માં દાખલ; પોલીસે અનેક શકમંદોની કરી અટકાયત!
uttarakhand
January 20, 2026

ઉત્તરાખંડમાં કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર પર જીવલેણ હુમલો, ICU માં દાખલ; પોલીસે અનેક શકમંદોની કરી અટકાયત!

રુદ્રપુર માં કોંગ્રેસ ધારાસભ્ય તિલક રાજ બેહરના પુત્ર સૌરભ પર હુમલો. SSP મણિકાંત મિશ્રાએ આરોપીઓને પકડવા ખાસ ટીમો બનાવી.

૧૧ મહિનાના દીકરાને ઝેર આપીને ફાંસી લગાવી, ઘરેલું ઝઘડાથી કંટાળીને મહિલાએ ભયાનક પગલું ભર્યું
hyderabad
January 10, 2026

૧૧ મહિનાના દીકરાને ઝેર આપીને ફાંસી લગાવી, ઘરેલું ઝઘડાથી કંટાળીને મહિલાએ ભયાનક પગલું ભર્યું

હૈદરાબાદમાં મીરપેટ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. સુષ્મિતા નામની મહિલાએ પારિવારિક ઝઘડાથી તંગ આવીને તેના 11 મહિનાના પુત્ર નંદાને ઝેર આપીને પછી ફાંસી લગાવી દીધી. પરિવારે આને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા તરીકે ગણાવી છે અને પતિ યશવંત રેડ્ડી પર આરોપ લગાવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

Braking News

સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ: પુણે લોકસભા પેટાચૂંટણીનો સ્ટે ઓર્ડર
સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ: પુણે લોકસભા પેટાચૂંટણીનો સ્ટે ઓર્ડર
January 09, 2024

પુણે લોકસભા પેટાચૂંટણીના સ્ટે ઓર્ડર પર સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની અસર શોધો. હવે આંતરદૃષ્ટિ મેળવો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express