Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Bhavnagar August 29, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે  જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છે, તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે, તપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતશ્રીના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરી, સકળ શ્રી સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, અગ્રણીઓ શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ,  શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના શ્રી જયુભાઈ શાહ, શ્રી મનીષભાઈ કનાડીયા, હિમાંશુભાઈ શાહ, શ્રી સંજયભાઈ ઠાર, શ્રી પિયુષભાઈ દોશી, શ્રી રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ
ahmedabad
March 31, 2026

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય
porbandar news
March 31, 2026

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

Braking News

તાઈવાને 11 ચીની લશ્કરી એરક્રાફ્ટની શોધી નાખ્યા
તાઈવાને 11 ચીની લશ્કરી એરક્રાફ્ટની શોધી નાખ્યા
February 23, 2024

તાઇવાનનું રડાર છ નૌકાદળના જહાજો સાથે 11 ચીની લશ્કરી વિમાનોને શોધી કાઢે છે. પ્રાદેશિક તણાવ વિશે માહિતગાર રહો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express