Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Gandhinagar March 25, 2026
CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 100થી વધુ અરજદારોએ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિં, જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સ્વાગતમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકવા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતે વૃદ્ધ માતાની ફરિયાદ અંગે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવીને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચનાઓ આપી હતી.

સરદાર કૃષિ નગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતને પ્રાધાન્ય આપીને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામને મંજૂરી આપવા માટેની કાર્યવાહીનું પણ તેમણે સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વાગત કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સમસ્યાઓનું પણ પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવાના આદેશો આપ્યાં હતાં.

તદઅનુસાર, દહેગામની ખારી નદીમાં બાવળ, ઝાડી ઝાંખરાના કારણે નદીમાં પાણીનું વહન અવરોધાતુ હોવાથી ખેડૂતના ખેતરનું સતત ધોવાણ થતું હોવાની રજૂઆત મુખ્યમંત્રીશ્રીને મળતા તેમણે તાત્કાલિક ધોરણે આ અવરોધ દૂર કરીને ખેડૂતના ખેતરનું ધોવાણ અટકાવવા સૂચના આપી હતી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ અવરોધ દૂર કરી ખેડૂતના પ્રશ્નનું તાકીદના ધોરણે નિરાકરણ કરવાની જિલ્લા કલેકટરશ્રીએ પણ મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપી.

અન્ય કિસ્સાઓમાં ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજને કારણે ખેતીને પાકને થતું નુકસાન અટકાવવા, ખેતરમાં જવા માટેના રસ્તાનું દબાણ હટાવવા સહિતના ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વહીવટી તંત્રને તાકીદના ધોરણે નિવારણ કરવા માટે દિશાનિર્દેશો કર્યા હતા.

રાજ્ય સ્વાગત અંતર્ગત રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ કરીને રાજ્ય સરકાર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત થાય તેવી સંવેદનાપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય વહીવટી તંત્રને દિશાનિર્દેશો આપ્યા હતા.

માર્ચ-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી. કે. પારેખ, શ્રી રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાઓના કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. જોડાયા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સના જવાનોના શૌર્યના દર્શન: વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી
gandhinagar
March 25, 2026

ગાંધીનગર રેલવે સ્ટેશન પર સિવિલ ડિફેન્સના જવાનોના શૌર્યના દર્શન: વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ રેલવે મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી
gandhinagar
March 25, 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 2 દાયકામાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું. 

અમરેલીમાં આપની ભવ્ય સભા યોજાઈ; સ્થાનિક ચૂંટણીના ઉમેદવાર જાહેર
amreli
March 25, 2026

અમરેલીમાં આપની ભવ્ય સભા યોજાઈ; સ્થાનિક ચૂંટણીના ઉમેદવાર જાહેર

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર: અમરેલીમાં કેજરીવાલની સભા.
 

Braking News

આગામી શનિવારથી નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન
આગામી શનિવારથી નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન
February 16, 2024

ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવારથી નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11 હજાર 500 પ્રતિનિધિઓ ભાગ લેશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express