Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ

દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 5,676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹36.7 કરોડની કિંમતના સાધનોનું વિતરણ કરી એક નવી મિસાલ કાયમ કરી છે. આ અંતર્ગત 4,000 મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને 1,676 જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે. 

Gandhinagar March 13, 2026
દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ

દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ

દિવ્યાંગજનો પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 34 જિલ્લાઓના 4000 દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ તથા 1676 દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર એમ કુલ 36.7 કરોડ રૂપિયાના સાધન સહાયનું પ્રતિકરૂપે ગાંધીનગરમાં શુક્રવારે વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. તદ્અનુસાર, આ સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે 40 જેટલા દિવ્યાંગોને આ મોટરાઇઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરી તે અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી શ્રીમતી ડૉ. મનીષાબેન વકીલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે લાગણી સભર સંવાદ કરીને તેમના જીવનમાં આ સાધન સહાયથી આવનારા પરિવર્તન અને સુગમતા વિશે વાતચીત કરી હતી. આ યોજના કાર્યરત થતાં પહેલા દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે હાથથી ચલાવી શકાય તેવી સાદી ટ્રાઈસિકલ અને વ્હીલચેર આપવામાં આવી હતી. આના પરિણામે દિવ્યાંગ જનોને વધારે શારીરિક શ્રમ કરવો પડતો હતો અને દુર સુધી જવા આવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ જનોની આ વેદના સમજીને તેમાંથી તેમને મૂક્તિ અપાવવાના કરેલા સંવેદનશીલ નિર્ણયના પરિણામે દિવ્યાંગ લાભાર્થીઓને હવે મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવશે.

દિવ્યાંગ લાભાર્થીઓને આ નવા સાધન મળવાથી ટ્રાઈસિકલ અને વ્હીલચેર હાથથી ચલાવવામાંથી મુક્તિ મળશે અને તેઓની રોજબરોજની દૈનિક ક્રિયામાં તથા પોતાના કાર્યસ્થળે પહોચવામાં ખૂબ જ સરળતા થશે.
 
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગજનોની સુગમતા માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લઈને દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજનામાં પણ સહાયનું ધોરણ 2026-27ના આ વર્ષથી વધારવાના દિશા નિર્દેશો આપ્યા છે*
 
*લોકોમોટોર ડિસેબિલિટી સેરેબલ પાલ્સી અને મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી મલ્ટીપલ ડિસેબિલિટી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અવર-જવર કરવામાં સુગમતા રહે અને મુસાફરી દરમિયાન પણ જોયસ્ટિક વ્હીલચેર સાથે રાખી શકે તે હેતુસર સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને હવે ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે સહાયની રકમમાં વધારો કરીને રૂ. 1.10 લાખ કરવામાં આવી છે*
 
એટલું જ નહિ, *મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીની સહાય લાભ મેળવવાની પાત્રતા વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે*
 
તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને લાભાર્થી સહાય માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને એક પણ જરૂરતમંદ દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્ય સરકારની સાધન સહાયથી વંચિત ન રહે તે માટે પણ સૂચનાઓ આપી છે. દિવ્યાંગજનો માટેના આ સહાયક સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ALIMCO દ્વારા બનાવવામાં આવ્યા છે.
 
 ગાંધીનગરમાં આ સાધન સહાય વિતરણ વેળાએ સામાજિક અને ન્યાય અધિકારીતા સચિવ શ્રી ડૉ. હર્ષદ પટેલ, સમાજ સુરક્ષા નિયામક શ્રી વિક્રમ જાદવ તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU
gandhinagar
March 13, 2026

ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે રાજ્યના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે MoU કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવાનોને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રોમાં સજ્જ કરવાનો છે. 

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા
ahmedabad
March 11, 2026

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ અમદાવાદના જેતલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે એક વિશેષ આધાર સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. 5 થી 11 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં હજારો રહેવાસીઓએ આધાર નોંધણી અને અપડેટ સેવાઓનો લાભ લીધો હતો.

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ahmedabad
March 11, 2026

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર' માં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા. જેતલપુર ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે જાતે સ્થાપેલા નવ મંદિરોમાં જેતલપુરનું આ પાંચમું મંદિર છે. મુખ્યમંત્રીએ સંપ્રદાય દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાના કાર્યોને બિરદાવ્યા હતા. 

Braking News

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મહિલા વર્લ્ડ કપ 2025 અને IPL જેવી મોટી ઇવેન્ટ્સ માટે અસુરક્ષિત
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મહિલા વર્લ્ડ કપ 2025 અને IPL જેવી મોટી ઇવેન્ટ્સ માટે અસુરક્ષિત
July 26, 2025

તપાસમાં બહાર આવ્યું છે કે બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મહિલા વર્લ્ડ કપ 2025 અને IPL જેવી મોટી ઇવેન્ટ્સ માટે અસુરક્ષિત છે. જોખમો અને અસરો વિશે જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express