Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું

કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું

યસ બેન્ક ભારતીય નિકાસકારોને ઇન્ટરનેશનલ પેમેન્ટ કલેક્શનની સુવિધા પૂરી પાડવા કેશફ્રી પેમેન્ટ્સે સાથે ભાગીદારી કરી, જે અંતર્ગત યસ બેન્કના ખાતાધારકો આ સર્વિસની મદદથી 30થી વધુ વિદેશી ચલણોમાં પેમેન્ટ સ્વીકારી શકે છે. આ રીતે મેળવેલા ફન્ડને ભારતીય રૂપિયામાં પરિવર્તિત કરી શકાશે અને એક જ બિઝનેસ દિવસમા સ્થાનિક બેન્ક ખાતામાં સેટલ કરી શકાશે

Mumbai May 05, 2023
કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું

કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું

કેશફ્રી પેમેન્ટ્સ અને યસ બેન્કે નિકાસકારો માટે ‘ગ્લોબલ કલેક્શન્સ’ નામની ઇન્ટરનેશનલ કલેક્શન સર્વિસ શરૂ કરવા જોડાણ કર્યું છે, જે અંતર્ગત યસ બેન્કના ખાતાધારકો આ સર્વિસની મદદથી 30થી વધુ વિદેશી ચલણોમાં પેમેન્ટ સ્વીકારી શકે છે. આ રીતે મેળવેલા ફન્ડને ભારતીય રૂપિયામાં પરિવર્તિત કરી શકાશે અને એક જ બિઝનેસ દિવસમા સ્થાનિક બેન્ક ખાતામાં સેટલ કરી શકાશે.

ચાર કરન્સી (અમેરિકન ડોલર, ગ્રેટ બ્રિટન પાઉન્ડ, યુરો અને કેનેડિયન ડોલર)માં ડેડિકેટેડ સુવિધા ઉપરાંત આ પ્રોડક્ટને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર્સ (OPGSP) ગાઇડલાઇન્સને અનુરૂપ 10,000 અમેરિકન ડોલરની સમકક્ષ રકમ 30થી વધુ ચલણોમાં કરવા સક્ષમ બનાવે છે.

યસ બેન્કના કન્ટ્રી હેડ (ડિજિટલ અને ટ્રાન્ઝેક્શન્સ બેન્કિંગ) અજય રંજને જણાવ્યું હતું કે, “દેશનાં પેમેન્ટ ક્ષેત્રમાં યસ બેન્ક ડિજિટલ ઇનોવેશનમાં મોખરે રહી છે. યસ બેન્ક અને કેશફ્રી પેમેન્ટ્સની ભાગીદારીનો હેતુ ભારતીય નિકાસકારોને વિશ્વભરમાંથી મળતાં પેમેન્ટ્સ સ્વીકારને સરળ કરવાનો અને ક્રાંતિ લાવવાનો છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ હબ બનાવવા ખાસ કરીને એમએસએમઇ સેક્ટરમાં નિકાસ વધારવા પર સરકારનાં ફોકસ સાથે અનુરૂપ આ વ્યવસ્થા છે.

ગ્લોબલ કનેક્શન લોંચ કરવાથી નિકાસકારો તેમની કલેક્શન અને પેમેન્ટ પ્રક્રિયામાં રિયલ ટાઇમ એક્સેસ મેળવી શકશે.” કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રીજુ દત્તાએ જણાવ્યું હતું કે, “ભારતીય નિકાસકારો માટે ઇન્ટરનેશનલ પેમેન્ટ કલેક્શન સરળ કરવા યસ બેન્ક સાથે ભાગીદારી કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. નિકાસ બજાર ઝડપથી વૃધ્ધિ કરી રહ્યું છે ત્યારે નાણા પ્રવાહ સરળ કરવા અને મુશ્કેલી વિના પૂર્તતા જરૂરિયાતોને પહોંચી વળવા ઇનોવેટિવ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. ગ્લોબલ કનેક્શન્સ અને યસ બેન્ક સાથેની અમારી ભાગીદારી અમને કિફાયતી, ટોપ-ઓપ-ધ-લાઇન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડીને ભારતની નિકાસ વૃધ્ધિને વેગ આપવાનાં અમારા લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.”

નિકાસકારો ઇમેલ, એસએમએસ કે વોટ્સએપ પર પોતાનાં ખરીદારોને પેમેન્ટ કલેક્શનની વિગતો આપી શકશે અને ખરીદારો પણ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (ACH), સિંગલ યુરો પેમેન્ટ એરિયા (SEPA) જેવાં લોકલ રેઇલ્સની મદદથી પેમેન્ટ કરી શકશે.

નિકાસકારોને ગ્લોબલ કલેક્શન્સનો ઉપયોગનાં કેટલાંક મહત્વનાં લાભઃ

ફાસ્ટ ઓન-બોર્ડિંગ

● એક જ દિવસમાં e-FIRAનું ઓટો-જનરેશન

● આવનાર પેમેન્ટ અને સેટલમેન્ટનું સિમલેસ રીકન્સિલિએશન

● ભારતમાં નિકાસકારના યસ બેન્ક એકાઉન્ટમાં રૂપિયાના ચલણમાં પેમેન્ટ સેટલ થશે

● નિકાસકારો તેમનાં વિદેશી ગ્રાહકને ACH અથવા SEPA જેવા સ્થાનિક બેન્ક ટ્રાન્સફર દ્વારા પેમેન્ટ કરવાનો વિકલ્પ આપી શકે છે.

● 30થી વધુ ચલણમાં 180થી વધુ દેશોમાંથી પેમેન્ટ સ્વીકારવાનો વિકલ્પ.

● નાની રકમનાં ટ્રાન્ઝેક્શન્સ માટે પરંપરાગત swiftની સરખામણીમાં FX પર વધુ બચત કરો

નિકાસકારોને ભારતમાં તેમનાં સ્થાનિક બેન્ક એકાઉન્ટમાં સેટલમેન્ટ મળશે. વધુમાં, નિકાસકારો 24 કલાકની અંદર ફોરેન ઇનવર્ડ રેમિટન્સ એડવાઇસ (e-FIRA) પણ મેળવી શકશે.

પેમેન્ટ પ્રોસેસર્સમાં 50 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી કેશફ્રી પેમેન્ટ્સ ભારતમાં તેનાં પે-આઉટ્સ સાથે બલ્ક ડિસ્બર્સલમાં અગ્રેસર છે. ભારતની સૌથી ધિરાણકર્તા એસબીઆઇએ કેશફ્રી પેમેન્ટ્સમાં રોકાણ કર્યું છે, જે મજબૂત પેમેન્ટ ઇકોસિસ્ટમનાં નિર્માણમાં કંપનીની ભૂમિકાનું મહત્વ પ્રતિપાદિત કરે છે. કેશફ્રી પેમેન્ટ્સ કોર પેમેન્ટ્સ અને બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા તમામ અગ્રણી બેન્કો સાથે નજીકથી કામ કરે છે, જેનાંથી કંપનીની પ્રોડક્ટ મજબૂત બની છે. કેશફ્રી પેમેન્ટ્સ શોપિફાય,Wix, પેપાલ, એમેઝોન પે, પેટીએમ અને ગુગલ પે જેવાં મોટાં પ્લેટફોર્મ સાથે સંકલિત છે. કેશફ્રી પેમેન્ટ્સ દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ્સ અમેરિકા, કેનેડા અને યુએઇ સહિતનાં આઠ દેશોમાં ઉપયોગમાં લેવાય છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટની લવ સ્ટોરી. બોલિવૂડ સમાચાર
આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટની લવ સ્ટોરી. બોલિવૂડ સમાચાર
March 17, 2025

આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટની લવ સ્ટોરી અને 25 વર્ષની મિત્રતાનો ખુલાસો થયો છે. નવીનતમ બોલીવુડ સમાચાર વાંચો!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express