Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી

નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી

મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું. 

Rajpipla July 09, 2024
નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી

નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી

રાજપીપલા : મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું. તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન થકી નર્મદા જિલ્લામાં ૭૮ ગામોમાં પ્રથમ તબક્કામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગામી દરમાસના પ્રથમ શનિવારે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.

મનરેગા અંતર્ગત નર્મદા જિલ્લાના ૭૮ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને શ્રમિકોને મનરેગા યોજના અને વિવિધ કામો વિશે વિશેષ માહિતીગાર કરી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય માહિતી જેવી કે જોબકાર્ડ, ૧૦૦ દિવસની રોજગારી, વિવિધ કામની શક્યતાઓ, કામનું આયોજન જેવી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

આગામી દિવસોમાં રોજગાર દિવસ તરીકે બાકી ગામોમાં ઊજવણી કરાશે જે અંગે તમામને સુચના આપવામાં આવી છે. ૭૮ ગામોમાં યોજવામાં આવેલા પ્રથમ તબક્કાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાદવના માર્ગદશન હેઠળ મનરેગા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 300 વિકેટ લેનાર બોલર, પાંચમા નંબરે પેટ કમિન્સ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 300 વિકેટ લેનાર બોલર, પાંચમા નંબરે પેટ કમિન્સ
June 14, 2025

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે પેટ કમિન્સે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. આ સાથે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂર્ણ કરી છે. ચાલો જાણીએ કે કયા બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 300 વિકેટ પૂર્ણ કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express