Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વન પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વન પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Gandhinagar June 05, 2024

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગરમીથી બચવા માટે નાગરિકો ઘરમાં પણ એ.સી.નો સહારો લઈ રહ્યાં છે. આપણે સૌએ તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન જીવવા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. વૃક્ષો અવિરતપણે, વિનામૂલ્યે ઓકિસજન આપે છે. વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ તમામ ધર્મના ધર્મગ્રંથોમાં પણ સમજાવવામાં આવ્યું છે. તે સમયે આવી કોઈ સમસ્યા નહોતી પરંતું તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં સંશાધનની જરૂરિયાતની સામે વપરાશકર્તા વધશે ત્યારે પર્યાવરણની સમસ્યા વધશે. પર્યાવરણની સમસ્યા વધવાના કારણે દિવસે દિવસે કુદરતી આફતો પણ વધવા લાગી છે. આવી પરિસ્થિતિમાં દરેક નાગરીકે પર્યાવરણ પ્રત્યે પોતાનું વ્યવહાર અને વર્તન બદલવું જરૂરી છે.કુદરતી આફતોથી થતા નુકસાનખી બચવા માટે દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા પોતાનું મહત્તમ યોગદાન આપવું જોઈએ તો જ આપણે પૃથ્વીને ગરમીથી બચાવી શકીશું. જો  આપણે પૃથ્વીને નહિ બચાવીએ તો પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી માનવો જ પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકવા પાછળ જવાબદાર બનશે તેમ,તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ઝાયડસ ગ્રુપ ઓફ કંપનીના ઇ. એસ. જી. એડવાઇઝર શ્રી સુનીલ પારેખે જણાવ્યું હતું કે, આ વર્ષે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટીફિકેશન અને ડ્રોર્ટ રેઝિલીયન્સની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજની જીવનશેલીથી પર્યાવરણને નુકસાનના કારણે વિશ્વએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.COP વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ એ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ના માળખામાં યોજાતી વાર્ષિક પરિષદો છે . તેઓ UNFCCC પક્ષોની ઔપચારિક બેઠક તરીકે સેવા આપે છે તેમ, જણાવી કહ્યું હતું કે,પક્ષકારોની પરિષદ (COP) - આબોહવા પરિવર્તન સાથે વ્યવહાર કરવામાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે યોજાય છે જેમાં પર્યાવરણને કઈ રીતે બચાવી તેનું રક્ષણ કરી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

એક આફ્રિકન પિતા: જેના 102 સંતાનો, 578 પૌત્ર-પૌત્રીનો કાફલો! જાણો કઈ રીતે જીવે છે આ પરિવાર?
એક આફ્રિકન પિતા: જેના 102 સંતાનો, 578 પૌત્ર-પૌત્રીનો કાફલો! જાણો કઈ રીતે જીવે છે આ પરિવાર?
October 07, 2025

યુગાન્ડાના મૂસા હસહયા કસેરાએ 12 લગ્ન કરી 102 સંતાનો અને 578 પૌત્ર-પૌત્રીઓનો રેકોર્ડ બનાવ્યો છે. 71 વર્ષના મૂસાના આ મોટા પરિવારની અનોખી કહાણી જાણો.
 
Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express