કેજરીવાલજી નિર્દોષ જાહેર થતા જામનગરમાં ઉજવણી
AAP ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવીને ઉજવણી કરી.
અમદાવાદ/જામનગર/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી.
આ દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજી પર ભારતીય જનતા પાર્ટીની એજન્સીઓ દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા હતા અને ગઈકાલે દિલ્હીની કોર્ટે અરવિંદ કેજરીવાલજી સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. આ નિર્ણય બાદ સાબિત થઈ ગયું કે અરવિંદ કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર નેતા હતા, કટ્ટર ઈમાનદાર નેતા છે અને હંમેશા કટ્ટર ઈમાનદાર નેતા રહેશે. તો જ્યારે કેજરીવાલજીને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે આજે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રદેશના નેતાઓ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.