અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.
સેંટ્રલ બેન્ક ઓફ ઇંડિયા દ્વારા સમગ્ર દેશમાં તા. 21 ફેબ્રુઆરી 2026ના રોજ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શ્રેણીમાં આજે અમદાવાદ ખાતે અમદાવાદ વિસ્તાર અને ગાંધીનગર વિસ્તાર દ્વારા સંયુક્ત રિટેલ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કચેરીમાંથી બેંકના મહા પ્રબંધક શ્રી કે. કે. કાલા જી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના હિતગ્રાહીઓને વિવિધ રિટેલ યોજનાઓ હેઠળ રૂ. 200 કરોડના લોન મંજૂર કરવામાં આવ્યા હતા. આ મંજૂરીઓમાં મંજૂરી પત્ર, લીડ જનરેશન તથા સૈધાંતિક મંજૂરી પત્રનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે વિવિધ વ્યવસાયિક હેતુઓ માટે દરેક પ્રકારની રિટેલ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ અવસર પર ગ્રાહકોએ બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા નાણાકીય જાગૃતિ અભિયાન અંતર્ગત વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ વગેરે બાબતોની માહિતી પણ ગ્રાહકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે બેંક તરફથી ઝોનલ હેડ શ્રી સુનીલ કુમાર સરકાર, રીજઓનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ કુમાર જૈન અને રીજઓનલ હેડ ગાંધીનગર શ્રી ચંદન કુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા.
ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.
ફેડએક્સે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પર ₹2,500 કરોડનું સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબ શરૂ કર્યું! 300,000 sq ft સુવિધા, 6,000+ રોજગારી, 3.25 MMT ક્ષમતા – દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ, US સાથે જોડાશે. CM દેવેન્દ્ર ફડણવીસ, રાજ સુબ્રમણ્યમે શિલાન્યાસ કર્યો – MSME નિકાસને બળ મળશે. વિગતો જુઓ.
અંબુજા સિમેન્ટ્સે CSR અંતર્ગત ચંદ્રપુરની ઉપ્પરવાહી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં STEM લેબ અને સિમેન્ટ કોંક્રીટ રોડનું ઉદ્ઘાટન કર્યું. વિદ્યાર્થીઓએ નવીન મોડેલ્સ રજૂ કરી પ્રભાવિત કર્યા – શાળાએ ‘માઝી શાળા’માં પ્રથમ સ્થાન જીતી ₹11 લાખનું ઇનામ મેળવ્યું. વિગતો જુઓ.