ચૈતર વસાવા આંદોલન જીત: નાઇટ્રેક્સ કંપનીએ કામદારોની માંગ માની
ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.
અમદાવાદ/ભરૂચ/નર્મદા/વડોદરા/ગુજરાત : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથીથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા 24 કલાકથી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા હતા. અહીંયાના કામદારોની 13 જેટલા મુદ્દાઓ પર રજૂઆતો હતી અને આ 13 મુદ્દાઓ અમે કંપની સમક્ષ રજૂ કર્યા હતા. તો આજે કંપનીના એચ.આર. હેડ, કંપનીના CEO અને કેટલાક યુનિટ મેનેજર સહિત તમામ લોકોની સાથે અમારી ચર્ચા વિચારણા થઈ છે. તો તેમાં 13માંથી 11 માંગણીઓને તેઓએ સ્વીકારી છે અને આવતીકાલથી જ આ 11 માંગણીઓની અમલીકરણ કરવાની તેમણે ખાતરી આપી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પગાર વધારાનો જે મુદ્દો હતો એમાં સિનિયોરીટી પ્રમાણે એટલે કે જેણે જેટલી સેવા આપી હશે એ લોકોને પહેલી એપ્રિલથી પગાર વધારો લાગુ કરવાની ખાતરી આપી છે. આ સિવાય વર્ષો જૂના જે કામદારો છે એ લોકોને તાત્કાલિક ધોરણે કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દરખાસ્ત મુકવામાં આવશે અને અગાઉ 50 લોકોને લેવામાં આવ્યા હતા એ રીતે સિનિયોરીટી પ્રમાણે કંપની એમ્પ્લોય કરવાની તેઓએ ખાતરી આપી છે. કંપનીએ જણાવ્યું કે જે પણ લોકો પોતાના અધિકારો માટે સ્ટ્રાઈક કરી હતી એ લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે નહીં. ફરીથી કોઈએ આ ગેટ પર આ પ્રમાણે આવવું નહીં પડે, એની પણ એ લોકોએ ખાતરી આપી છે. તો આ મુદ્દાનો સુખદ નિરાકરણ આવ્યું છે, જેને અમે આવકારીએ છીએ. અમે તમામ વર્કરો, સમર્થનમાં આવેલા આગેવાનો, પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ અને તમામ લોકોને અભિનંદન આપીએ છીએ.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.