Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.

Ahmedabad December 26, 2025
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમમાં કરવામાં આવેલ ખર્ચાની માહિતી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગી હતી. જેને લઇને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયુ હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને એવું કહ્યું હતું કે “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતિષભાઈ મોદીને ડરાવ્યા- ધમકાવ્યા અને ૭૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.” આ વાત કાર્યપાલક ઇજનેરે નર્મદાના કલેક્ટર એસ કે મોદીને કરી હતી. એસ કે મોદીએ અમને બોલાવીને આ વાત કરી હતી ત્યારે અમે કહ્યું છે કે “એક પણ રૂપિયો આપવાનો થતો નથી.” આ વાતની ગંભીરતા સમજીને અમે 24-12-2025ના રોજ કલેક્ટરને મળવા માટે ગયા હતા. કલેકટરે મિડિયાની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે આ વાત બિલકુલ ખોટી છે. બાદમાં કેટલાક મિડિયાએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે હું તારીખ 7-12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત કોઈ અધિકારીને કે કોઈ પણ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતે આવ્યું, તે મને સમજાતું નથી. આ વાતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાય ગયા છે. તેમણે એટલી હદ સુધી સરકાર અને ભાજપના ઉચ્ચ અને નેતાઓને ધમકી આપી છે કે “હું રાજીનામું આપી દઈશ,પાર્ટી છોડી દઈશ.”

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ત્યારબાદ ઉપરથી સરકારે કલેક્ટરને સમજાવ્યા છે કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે. ગુજરાતમાં અને કેન્દ્રમાં અમારી સરકાર છે. અમે જે કહીએ તે તમારે બોલવાનું છે.” કલેકટર રજા પર જવાના હતા છતાં પણ મનસુખભાઈને મળવા માટે તેમને ઉપસ્થિત રાખવામાં આવ્યા અને એક આખી વાર્તા તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે કલેકટર કહે છે કે “હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે, હું તમારી વાત સાથે સહમત છું.” ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? 75 લાખના તોડના આક્ષેપની વાત હતી, તેના ખુલાસાની વાત કરવાની હતી. આજે જ્યારે કલેક્ટર તેમને સમર્થન આપતા હોય, ત્યારે તમે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો તે વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે તે અમને આપી દો, અમે જે ખુલાસો માંગ્યો છે તે ખુલાસો પણ સાત દિવસમાં અમને કલેક્ટર આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય, અમારી શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય ચલાવી લેવાના નથી. તમામ શાખાઓમાંથી 10 ગણા ખર્ચાઓ થયેલા છે તેમના પર પણ અમે CIDની માંગ કરીએ છીએ. CID તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોન્ટ્રાક્ટ મેળવેલ એજન્સીઓ મનસુખભાઈની સાથેની હોવાનું કહેવાય છે, જેને કારણે હવે તેમનું ચાલ-ચરિત્ર બહાર આવી ગયું છે, તેને તેઓ બચાવવા માંગે છે. અમને જાણવા મળ્યું છે કે કલેકટરને ED સુધીની ધમકીઓ આપવામાં આવી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે “સત્તાની સામે શાણપણ યોગ્ય નથી. અમે કહીએ તે પ્રમાણે તમારે નિવેદન આપવાનું છે.” કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું. કલેકટર પર દબાવ નાખવામાં આવ્યો તે દબાવમાં આવીને આજે તેમને વાત ફેરવી નાખી છે. છતાં પણ અમે તેની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું. જે પણ જવાબદાર છે તેના પર CIDની તપાસ થાય રિકવર થાય તે અમારી માંગ છે. અમને જરૂર લાગશે તો આવનારા પાંચ દિવસ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, તેમણે પ્રેસ વાર્તા કરી ત્યારે ક્યારેય હેલીપેડનો ઉલ્લેખ કર્યો નથી. એવું કહ્યું હતું કે મને અને નીલ રાવને કલેક્ટરે બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. કોણે રજૂઆત કરી, કયું સ્થળ હતું આ વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે. ક્યાંક ને ક્યાંક આખી વાર્તા ઉભી કરવામાં આવી છે. કલેક્ટર કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. એવી માહિતી મળી છે કે મનસુખભાઈએ કલેકટરને ફોન કરીને અપશબ્દ બોલ્યા છે. એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોળ્યો છે, અને બે મોઢાની વાત કરી છે.કલેકટરને કહેવા માગું છું કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ. તમે બંધારણીય પદ પર છો, નીડરતાથી, નિષ્પક્ષ નિવેદન કરો. અમે બેઠા છીએ. જરૂર પડશે તો આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું. કોઈને ડરવાની જરૂર નથી. અમને અધૂરી માહિતી મળી છે. પૂરી માહિતી નહીં મળે તો મારા અધિકાર પ્રમાણે હું ત્રીજી વખત પણ જિલ્લા સંકલનમાં મુકીશ. મને પૂરી માહિતી મળવી જોઈએ અને તેના પર CIDની તપાસ થાય એ અમારી માંગ છે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, મેં જે લેખિતમાં અરજી આપી છે તેને આવનારા પાંચ દિવસોમાં ખુલાસો થવો જોઈએ. મારી શાખ મીટાવવા માટે મારા પર ખૂબ ગંભીર પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેનો ખુલાસો થવો જોઈએ. મારા સમર્થકોનાં મારા પર ફોન આવે છે અને પૂછે છે સાહેબ શું કરવાનું? મેં બધાને રોકી રાખ્યા છે. જરૂર પડશે તો પાંચ દિવસ પછી બધાને આહવાન કરીશ. નેત્રંજની જેમ લાખોની સંખ્યામાં મારા સમર્થકો ઉમટી પડશે. કાયદો અને વ્યવસ્થા બગડશે તેની જવાબદારી તંત્રની રહેશે. સરકાર તમારી,પોલીસ તમારી, બધું જ તમારું છે. હમણાં મનસુખભાઈએ કહ્યું કે “સીસીટીવી ફૂટેજ છે, મોબાઇલમાં રેકોર્ડિંગ છે”, તો જનતા સામે જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું તેમના જેવી ખોખલી વાતો કરતો નથી. રાત્રે રાજીનામાંની વાત કરે અને બીજા દિવસે કલેક્ટરને દબાવે છે. કલેક્ટરને ધમકાવવામાં આવ્યા છે. ઈડીની વાત કરવાથી કલેકટર ગભરાઈ ગયા છે. તેમની રજા મંજૂર થયેલી છે છતાં પણ તેમને સરકારના દબાવથી બેસવું પડ્યું છે. કલેકટરની મજબૂરી હું સમજી શકું છું. મનસુખભાઈનું ચાલ ચરીત્ર બહાર આવ્યું છે. તેમનો ચહેરો અને તેમનો હાવ ભાવ જોજો. તેમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાને લીટી ભૂંસવાની રહી છે. તમે જોયું હશે કે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી. શબ્દ શરણ તડવી સામે લડાઈ હતી, આજ જિલ્લાના પ્રમુખ નીલ રાવને પણ અપશબ્દો બોલ્યા, ઘનશ્યામ પટેલ,મહેશભાઈ વસાવા, છોટુભાઈ વસાવા, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પણ પડ્યા છે. તેમનાથી કોઈ આગળ જાય તે સહન થતું નથી. મનસુખભાઈ જે પ્રકારે ઘરે બોલાવીને મિડિયાને સ્ટેટમેન્ટ આપે છે તે પાર્ટી અને સરકાર પણ જાણે છે. આ પાયાવિહોણી વાતો કરે છે. આજે જનતા જાગી ગઈ છે. જનતા પ્રોગ્રામનો હિસાબ માંગે છે. આ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા. કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા. જે પણ 50 કરોડનો ખર્ચો થયો છે તે નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના, આદિજાતિ લોકોના વિકાસના પૈસા ખર્ચા થયા છે. અમે એક-એક રૂપિયાનો હિસાબ લઈશું. આ લડત આવનારા દિવસોમાં વધવાની છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

 'Pariksha Pe Charcha-2025' અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
'Pariksha Pe Charcha-2025' અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
February 10, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આઠમું સંસ્કરણ અમદાવાદની શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રસારણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી પરીક્ષાની તૈયારી અને તણાવ વ્યવસ્થાપન પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express