અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :
1. ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પૈસેન્જર, મહેસાણા થી 12:10 કલાકને બદલે 12:30 કલાકે ઉપડશે તથા 12:42 કલાકે ધીનોજ, 12:49 કલાકે સેલાવી, 12:56 કલાકે રણુજ, 13:02 કલાકે સંખઈ તથા 13:20 કલાકે પાટણ પહોંચશે.
2. ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પૈસેન્જર, પાટણ થી 16:40 કલાકને બદલે 16:25 કલાકે ઉપડશે તથા 16:31 કલાકે સંખઈ, 16:37 કલાકે રણુજ, 16:46 કલાકે સેલાવી, 16:53 કલાકે ધીનોજ તથા 17:15 કલાકે મહેસાણા પહોંચશે.
3. ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણ થી 12:30 કલાકને બદલે 12:10 કલાકે ઉપડશે તથા 12:16 કલાકે સંખઈ, 12:22 કલાકે રણુજ, 12:30 કલાકે સેલાવી, 12:39 કલાકે ધીનોજ 13:00 કલાકે મહેસાણા 13.19 કલાકે આંબલિયાસણ, 13:30 કલાકે ડાંગરવા, 13:38 કલાકે ઝુલાસણ, 13:54 કલાકે કલોલ તથા 14.45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."