Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.

Gandhinagar April 30, 2025
૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે.  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ અક્ષર: આ પ્રમાણે છે. 

મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા લોકસેવકોની પૂણ્યભૂમિ એટલે ગુજરાત. આઝાદી સંગ્રામના શૌર્યભર્યા ઇતિહાસની ભૂમિ એટલે ગુજરાત. ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાતની યશગાથા અને સમૃદ્ધ વારસામાં દરેક ગુજરાતીનું યોગદાન છે. નામી-અનામી જેણે-જેણે ગુજરાતના ઘડતરમાં યોગદાન આપ્યું છે તે સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે.

ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયુ છે. 'ડગલું ભર્યું કે ના હટવું'ની કવિ નર્મદની પંક્તિઓ ચરિતાર્થ કરીને ગુજરાતે વિકાસ માર્ગે મક્કમતાથી ડગ માંડયા છે. દેશ અને દુનિયાના વિકસિત રાષ્ટ્રોના એક્સપર્ટ હોય કે અર્થશાસ્ત્રીઓ સૌ કોઇ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાથી પ્રભાવિત છે.

આ વર્ષનો ગુજરાત ગૌરવ દિવસ આપણા માટે પથદર્શક છે. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. 2025થી 2035ના આ આખાય દાયકાને “ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ” તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે. આ હીરક મહોત્સવ ગુજરાતીઓના સન્માન સાથે સમૃદ્ધ ઇતિહાસ તથા સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણીનો જન ઉત્સવ બનાવવાની નેમ છે. 

એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે, ૧૯૬૦ થી ર૦૦૦ના ચાર દાયકામાં ગુજરાત જ્યાં હતું ત્યાંથી પાછલા અઢી દાયકામાં અનેકગણું આગળ વધી ગયું છે. આ વિકાસના પાયામાં છે ર૦૦૧થી ગુજરાતને મળેલી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ. વિકાસની રાજનીતિનો નવો યુગ ગુજરાતે વિકસાવ્યો છે અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે.

વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળમાં હવે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આપણો નિર્ધાર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના નિર્માણમાં સુશાસનની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. આપણે સુશાસનની દિશા અને બંધારણના મૂલ્યોને સુપેરે જાળવી રાખીને રાષ્ટ્ર નેતાઓની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિકાસની યાત્રા અવિરત જારી રાખવી છે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના ૭૫ વર્ષની ગરિમામય ઉજવણી, સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનું જન્મ શતાબ્દી વર્ષ. આ બધી જ ઉજવણીઓથી રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જન જનમાં જગાવવો છે.

૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધીના ૨૫ વર્ષનો કાલખંડ અમૃતકાળ સાથે કર્તવ્યકાળ પણ છે. આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત@૨૦૪૭માં ગુજરાત અને ગુજરાતીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે.

આજે જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮૭૫૦ મેગાવૉટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે. જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. વીજળી, પાણી સાથોસાથ આરોગ્ય સેવાઓ. શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમ્યક અને સર્વ સ્પર્શી વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે.

ગરીબ, અન્નદાતા-ખેડૂત, યુવાશક્તિ અને મહિલા એમ ગ્યાનશક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી છે. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત, છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક લાભાર્થીને 100 ટકા પહોંચે છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે.

ઔદ્યોગિક-સાંસ્કૃતિક-સામાજિક વિકાસની સાથે આપણે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૪૭ સુધીમાં ૭૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કર્યું છે.

વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ સમિટના પરિણામે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે. ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરનારી આ સમિટે ૨૦ વર્ષની યાત્રા પૂરી કરી છે.

ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવેનો જમાનો સોલાર, વિન્ડ અને હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જીનો અને ગ્રીન હાઈડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનુંય આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે.

ગુજરાત વિકાસનું જે રોલ મોડલ બન્યું છે, તેને વિકસિત ગુજરાત @૨૦૪૭ દ્વારા આપણે વધુ નવી ઉંચાઈ આપવી છે. આ માટે વિકસિત ગુજરાત@ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટથી સંપૂર્ણ યોગદાન આપવા કમર કસી છે. દેશમાં આવું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ આપણે મેળવ્યું છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 4.12 અબજ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 4.12 અબજ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
February 02, 2025

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પશ્ચિમ સિંઘભૂમના સેરેંગ્સિયામાં 4 અબજ 12 કરોડ રૂપિયાની 246 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ યોજનાઓનો હેતુ કોલ વિદ્રોહના શહીદોને સન્માનિત કરવાનો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express