Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ - ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ - ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો

કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.

Gandhinagar February 25, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ - ગુજરાત  સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ - ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાશક્તિમાં સંસ્કાર સિંચનના મહાકુંભ સમાન ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.  યુવાશક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાન સાથે આ વક્તૃત્વ સ્પર્ધાનું ‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિ વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવ જાગરણનો યુગ ચાલી રહ્યો છે. વડાપ્રધાનએ આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવવાનું અને વિસ્તારવાનું કાર્ય કર્યું છે.
 
વડાપ્રધાનએ વિકસિત ભારતના નિર્માણ માટે સંસ્કૃતિ અને વિરાસતોની ધરોહરોની જાળવણી સાથે “વિકાસ ભી, વિરાસત ભી”નું વિઝન આપ્યું છે. વિરાસતોના જતન સાથે સાંસ્કૃતિક મૂલ્ય નિષ્ઠાનું સંસ્કાર સિંચન યુવાઓમાં કરીને યુવાશક્તિના સહારે વિકસિત ભારત @ ૨૦૪૭નો તેમનો સંકલ્પ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે યુવાઓને આહવાન કર્યું કે, વિકસિત ભારતના નિર્માણમાં તેમનો ફાળો વિશેષ રહેવાનો છે ત્યારે મૂલ્યનિષ્ઠા અને સંસ્કૃતિના વાહક બનીને હાલની વિકૃતિઓ બદીઓના પડકારોથી દેશ અને રાજ્યને બચાવવાનું દાયિત્વ યુવાશક્તિ ઉપાડે. આ માટે યુવાનોમાં ચેતના જાગૃત કરવામાં ‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશનના સરાહનીય પ્રયાસોને તેમણે સમયાનુકૂલ ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.

આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પધામાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્રનિર્માણ, સંવિધાન @ ૭૫, યુવનો: દેશનું ભવિષ્ય – વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન-મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયો તેમજ વિકસિત ભારત ૨૦૪૭: ભવ્ય ભારત – દિવ્ય ભારત જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહિ, આ સ્પર્ધામાં કોલેજ સ્તર, ઝોન સ્તર અને રાજ્ય સ્તર એમ ત્રી-સ્તરીય
સ્પર્ધાઓ છે.

‘સેવ કલ્ચર, સેવ ભારત’ ફાઉન્ડેશનના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર તથા ભારતના પૂર્વ માહિતી કમિશનર શ્રી ઉદય માહુરકરે સંસ્કૃતિ બચાવવામાં યુવાનોની ભૂમિકાને અગ્રીમ ગણાવી હતી તેમણે જણાવ્યું કે આ કોઈ સંસ્થા કે સરકાર એકનો નહીં જનજનનો કાર્યક્રમ છે.

યુવાનોને OTTની વિકૃતિઓ સહિતની બદીઓથી દૂર રાખીને રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર બનાવવાનું દેશનું આ એક મોટું જન આંદોલન છે એમ પણ શ્રી માહુરકરે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે યુવા શક્તિમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ જતનના સંસ્કાર  સિંચનનો આ મહાકુંભ વિકસિત ભારતની વિકાસયાત્રાને  વધુ વેગવાન બનાવશે.
 
પ્રારંભમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે સૌને આવકારીને સમગ્ર આયોજનની ભૂમિકા આપી હતી. ડાયરેક્ટર હાયર એજ્યુકેશન શ્રી દિનેશ ગુરવએ આભાર દર્શન કર્યું હતું.
 
આ સ્પર્ધાના પ્રારંભ અવસરે મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી ધીરજ પારેખ તેમજ રાજ્યની ૧૫ જેટલી યુનિવર્સિટીઓના કુલપતિ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

18 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
vadodara
June 16, 2025

18 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ  પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 18 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ દ્વારા GST કોન્ક્લેવનું સફળ આયોજન
ahmedabad
June 16, 2025

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ દ્વારા GST કોન્ક્લેવનું સફળ આયોજન

GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સે તારીખ 16મી જૂન, 2025 ના રોજ GST કર વ્યવસ્થાની સિદ્ધિઓ, પડકારો અને ભાવિ રોડમેપ વિશે ચર્ચા કરવા માટે એક GST કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના કોકપીટનો વોઇસ રેકોર્ડર મળી આવ્યો છે, જાણો તેમાંથી કઈ માહિતી મેળવી શકાય છે
ahmedabad
June 16, 2025

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના કોકપીટનો વોઇસ રેકોર્ડર મળી આવ્યો છે, જાણો તેમાંથી કઈ માહિતી મેળવી શકાય છે

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ કેમ ક્રેશ થઈ તે પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલો છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી બ્લેક બોક્સ પહેલાથી જ મળી ગયું હતું. હવે કોકપીટ વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું છે. ચાલો જાણીએ કે કોકપીટ વોઇસ રેકોર્ડર કયા પ્રકારના ખુલાસા કરી શકે છે.

Braking News

સિદ્ધુ મૂશેવાલા હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવવામાં આવ્યો હતો
સિદ્ધુ મૂશેવાલા હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવવામાં આવ્યો હતો
August 01, 2023

Sidhu Mooshewala murder case:  અહેવાલો અનુસાર, પંજાબના ફાઝિલ્કાના રહેવાસી બિશ્નોઈને ગયા વર્ષે ઓગસ્ટમાં અઝરબૈજાનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પંજાબના માનસા જિલ્લામાં 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express