Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યા

રાજ્યના એક વર્ષમાં રૂ. ૫૪૯ કરોડની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને રૂ. ૯૬૯ કરોડના ખાતમુહૂર્ત કામોથી છેવાડાના અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચ્યું.

Gandhinagar December 13, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા  વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓનું પ્રકાશન કરેલું છે. મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યા હતા.

પાણી પુરવઠા વિભાગે આ એક વર્ષમાં રાજ્યભરમાં રૂ. ૯૬૯.૩૪ કરોડની યોજનાઓના ખાતમૂહુર્ત કર્યા છે અને ૧૦૯૬ જેટલા ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે.

એટલું જ નહિ, ૫૪૯.૨૨ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ દ્વારા ૮૨૩ ગામોને પાણી પહોંચતું કર્યું છે તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે તેમાં ‘સૌને અન્ન-સૌને પોષણ’ અન્‍વયેની યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે. જળ સંપત્તિ વિભાગે રાજ્યના દૂર દરાજના તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં સૌની, સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકમાં વર્ણવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિમોચન કર્યા તે અવસરે સંબંધિત વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તથા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું
gandhinagar
February 20, 2026

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં માતૃભાષા મહોત્સવ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર જ આપણી સંસ્કૃતિ છે”. સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજી-માવજી મહેશ્વરીને, યુવા ગૌરવ અજય સોની-દિપક નંદાને. 51 પુસ્તકોનું પ્રકાશન – વિકસિત ગુજરાત માટે માતૃભાષાનું જતન જરૂરી. વિગતો જુઓ.

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા
vadodara
February 20, 2026

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા

વડોદરા મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ GSFC બાજવા સાઇડિંગનું નિરીક્ષણ કર્યું. માલ લોડિંગને ગતિશીલ બનાવવા ઓટોમેશન-સુધારા પર ભાર, 54 રેકનું સર્વોચ્ચ માસિક લોડિંગ રેકોર્ડ બદલ અભિનંદન. 1.5 રેક/દિવસને 2 રેક/દિવસ કરવાનું લક્ષ્ય – 92% ઉત્પાદન રેલ માર્ગે. વિગતો જુઓ.

Braking News

દિલ્હીમાં 27 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત, 5 દાણચોરોની ધરપકડ
દિલ્હીમાં 27 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત, 5 દાણચોરોની ધરપકડ
March 31, 2025

દિલ્હીમાં NCB અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ મોટા ડ્રગ્સ દાણચોરી નેટવર્કના પાંચ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કના મુખ્ય નેતાને શોધી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યવાહીની પ્રશંસા કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express