Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

વાવાઝોડાની અસરથી પડી ગયેલાં વૃક્ષોની સામે બમણાં વૃક્ષો વાવી, ગ્રીન કવર જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ, નુકસાનગ્રસ્ત વીજ થાંભલાઓનું પ્રાયોરિટી બેઈઝ પર રિસ્ટોરેશન કરાશે, પાણી પુરવઠા, રહેણાંક અને કોમ્યુનિકેશન ક્ષેત્ર માટેના વીજ પુરવઠાને પૂર્વવત કરવા અગ્રતા અપાશે

Gandhinagar June 16, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી  સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાથી અસર પામેલા ગામોના અસરગ્રસ્ત લોકોને નિયમાનુસારની કેશડોલ્સ આગામી ત્રણ દિવસમાં ચૂકવી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાને પરિણામે રાજ્યમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં ઊભી થયેલી સ્થિતિની વિસ્તૃત વિગતો સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સંદર્ભમાં મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો, પાણી, રોડ-રસ્તા પૂર્વવત કરવા તેમ જ ઝાડ-વૃક્ષો પડી જવાને કારણે માર્ગો પર થયેલો આડશો દૂર કરવા પણ તાકીદ કરી હતી. એટલું જ નહીં, પશુઓના મૃત્યુના કિસ્સામાં નિયમાનુસાર સહાય સમયસર ચૂકવાઈ જાય અને અન્ય નુકસાનીનો સર્વે ત્વરાએ શરૂ થાય તેવી સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.

રાજ્યના મહેસુલ વિભાગે કેશડોલ્સની ચૂકવણી રોકડમાં કરવા અંગે કરેલા ઠરાવમાં જણાવાયું છે કે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના જે લોકોનું અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તેવા લોકોમાં પુખ્તવયની વ્યક્તિને રૂપિયા ૧૦૦ પ્રતિદિન અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિનની સહાય મહત્તમ પાંચ દિવસ માટે ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાવાઝોડાની આફતની ન્યુનત્તમ અસરો થઈ છે તે માટે તંત્રવાહકો, એન.ડી.આર.એફ,
એસ.ડી.આર.એફ., કેન્દ્રિય એજન્સીઓ તથા રાજ્ય સરકારના કર્મયોગીઓની દિનરાતની મહેનત અને સમયસરના આગોતરા આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જિલ્લાવાર પ્રાથમિક નુકસાનીના અંદાજો મેળવ્યા હતા અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાહત- સ્થાનોમાં આશ્રય લઈ રહેલા લોકોને કેશડોલ્સ અને અન્ય સહાય સમયસર ચૂકવાઈ જાય તેના પર ધ્યાન આપવું જરૂરી છે. એટલું જ નહીં, કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા અંશતઃ નુકસાન કે સંપૂર્ણ નાશ પામવાના કિસ્સામાં પણ સર્વે ત્વરાએ હાથ ધરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

આ સંદર્ભની વિગતો આપતા બેઠકમાં જણાવ્યું કે અસરગ્રસ્ત ૮ જિલ્લાઓમાં કુલ આશરે ૭૧૯ કાચા-પાકા મકાનોને અંશતઃ નુકસાન થયું છે કે સંપૂર્ણ નાશ પામ્યા છે, તેવા પ્રાથમિક અહેવાલો મળેલા છે. મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં વીજ-પુરવઠાને વિપરિત અસર પડી છે, તેમાં ત્વરાએ પૂર્વવત કરવા ઊર્જા વિભાગની વધુ ટીમો કાર્યરત કરવા સૂચના આપી હતી.તેમણે કહ્યું કે જે વીજપોલ કે ટ્રાન્સફોર્મર્સને ક્ષતિ પહોંચી ત્યાં પૂર્વવત કરવા માટે પાણી-પુરવઠા, રહેણાક મકાનો અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા વીજપોલ, ટ્રાન્સફોર્મર્સને અગ્રતા અપાશે.

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાને પરિણામે વૃક્ષો પડી ગયા છે તેની સામે સૌને સાથે મળીને બમણાં વૃક્ષો વાવી વધુ ગ્રીન કવર કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્ય સચિવશ્રી રાજકુમારે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે, હવે આપણું ફોકસ રિસ્ટોરેશન ઓફ સર્વિસીસનું હોવું જોઈએ. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે ગામો-નગરોમાં જ્યાં પાણી ભરાઈ રહ્યું હોય, ત્યાં સાફ-સફાઈ, રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ, રોગપ્રતિકારક દવાઓની વ્યવસ્થા પણ તાકીદે ગોઠવવી પડશે. તેમણે પરિસ્થિતિ ઝડપભેર પૂર્વવત થાય તે માટે આવશ્યક સેવાઓં ઝડપી રિસ્ટોરેશન થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.

જરૂર જણાયે વધુ ટીમો પણ કાર્યરત કરવા તેમણે સૂચવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે, તેને ધ્યાને લેતાં આ જિલ્લાઓના કલેક્ટરોને પણ આગોતરા આયોજન સાથે સજ્જ રહેવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં આપવામાં આવેલી વિગતો અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૫૩૬ વીજપોલની મરામત કરી દેવાઈ છે, ૪૪૯૦ ફિડર્સ પુનઃ કાર્યરત થઈ ગયા છે.

વન વિભાગે પડી ગયેલા ૧૭૮૪ વૃક્ષો-આડશો દૂર કર્યા છે. ૩૭૦૦ કિ.મી. લંબાઈના માર્ગોને અસર પહોંચી હતી, તેમાંથી મોટાભાગના પૂર્વવત કરવાની કામગીરી કરાઈ છે. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી  કૈલાસનાથન તેમ જ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ પોતાના વિભાગોની કામગીરીની વિગતો સાથે સહભાગી થયા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

જાણો શું છે, સોવરિન ગોલ્ડ બોન્ડ 2016-17: 200% વળતરની પુરી કહાની
જાણો શું છે, સોવરિન ગોલ્ડ બોન્ડ 2016-17: 200% વળતરની પુરી કહાની
March 17, 2025

સોવરિન ગોલ્ડ બોન્ડ 2016-17 એ 8 વર્ષમાં 200% વળતર આપ્યું હતું. તુલસી ગબાર્ડે મોદી-ટ્રમ્પ મિત્રતાના વખાણ કર્યા હતા. જાણો આખી વાર્તા!

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express