મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માર્ગ પર ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓના નિરીક્ષણ અર્થે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
રાજપીપલા : ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માર્ગ પર ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓના નિરીક્ષણ અર્થે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીનું રાજપીપલા હેલિપેડ ઉપર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઇ તડવી, સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા, સંગઠન અગ્રણીશ્રી નીલ રાવ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."