Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે,મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનનો જાયજો મેળવ્યો

Gandhinagar June 07, 2023
રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા  હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન-ર૦ર૩ ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-ર૦ર૩ અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહિં આવે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રીઓ તથા અગ્ર સચિવશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી.

તદ્દઅનુસાર, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. એટલું જ નહિ, ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી. મુખ્ય સચિવશ્રી રાજકુમારે મહાનગરપાલિકાઓ દ્વારા હાથ ધરાયેલી આ આગોતરી કામગીરીની સરાહના કરતાં કહ્યું કે, અન્ય નાની નગરપાલિકાઓ કે નગરોમાં વરસાદની વિકટ સ્થિતી સર્જાય તો મહાનગરો પોતાની સાધન-સામગ્રી ત્યાં મદદ માટે પહોંચાડવાનો સંવેદનાપૂર્ણ અભિગમ દાખવે. શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન અંગે ઝિણવટપૂર્ણ માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

ચેતવણી! સેમસંગ ફોનના ઉપયોગકર્તાઓને સરકારે ચેતવણી આપી છે
ચેતવણી! સેમસંગ ફોનના ઉપયોગકર્તાઓને સરકારે ચેતવણી આપી છે
December 15, 2023

સરકારની સાયબર સિક્યુરિટી વોચડોગ કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ સેમસંગ ગેલેક્સી 23 અને અન્ય સેમસંગ ફોનને લઈને ચેતવણી જારી કરી છે. CERT-in એ 13 ડિસેમ્બરે એક એડવાઈઝરી જારી કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express