Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નાગરિકો પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે- મંત્રી ઋષિકેશ પટેલ

નાગરિકો પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે- મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત "સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા"  સેમિનારમાં  મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.
 

Gandhinagar August 21, 2025
નાગરિકો પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે- મંત્રી ઋષિકેશ પટેલ

નાગરિકો પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે- મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત "સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા" વિષય પરના સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ભારત માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે.

મંત્રીશ્રીએ ઇતિહાસના પ્રસંગો ટાંકીને કહ્યું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈને તેને વિદેશમાં તૈયાર માલ તરીકે વેચતા હતા, જેના કારણે ભારતની ધન-સંપત્તિ વિદેશમાં ખેંચાઈ ગઈ હતી. આના જવાબમાં 1905માં લોકમાન્ય ટિળક જેવા ક્રાંતિવીરોએ સ્વદેશીનો વિચાર આપ્યો. મહાત્મા ગાંધીએ આ વિચારને દેશભરમાં ફેલાવ્યો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવી.

શ્રી પટેલે આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે આપણા દેશના શ્રમિકો, કારીગરો અને વૈજ્ઞાનિકો દરેક પ્રકારના ઉત્પાદન માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે કહ્યું કે ભારત હવે વૈશ્વિક બજારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 'યુગાનુકૂલ ભારત'ના વિચારને અમલમાં મૂકવો પડશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે વિદેશી FMCG કંપનીઓ ભારતના પૈસા વિદેશમાં લઈ જાય છે.  ભારત આજે દવાઓ, રસીઓ અને તબીબી ઉપકરણો સહિત દરેક વસ્તુનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે સક્ષમ છે.

મંત્રીશ્રીએ યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે. તેમણે બહેનો અને દીકરીઓને સૌંદર્ય પ્રસાધનો ખરીદતી વખતે હર્બલ, આયુર્વેદિક અને સ્વદેશી ઉત્પાદનો પસંદ કરવાનું સૂચન કર્યું. મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે ભારત પર કોઈની જોહુકમી ચાલી નથી અને ચાલશે પણ નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના યુવાનો 2047 પહેલા વિકસિત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે સ્વદેશી માત્ર એક વિચાર નહીં, પરંતુ એક વ્યવહાર છે. પડકારજનક પરિસ્થિતિઓમાં વિદેશી વસ્તુઓને છોડીને, આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈએ.

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરે જણાવ્યું કે ભારત યુવાનોનો દેશ છે, જે ઉત્પાદન ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે PPE કિટ જેવી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરીને નિકાસ કરવાનું શરૂ કર્યું અને આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના કમિશનર શ્રી દિલીપ રાણા, યુનિવર્સિટીના કુલસચિવ શ્રી પીયૂષ પટેલ અને મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

જસપ્રીત બુમરાહને મળ્યો ICCનો મોટો એવોર્ડ, આ 2 ખેલાડીઓને પાછળ છોડી દીધા
જસપ્રીત બુમરાહને મળ્યો ICCનો મોટો એવોર્ડ, આ 2 ખેલાડીઓને પાછળ છોડી દીધા
July 09, 2024

Jasprit Bumrah: T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા બાદ હવે ICCએ જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પણ પસંદ કર્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express