દેડિયાપાડાના રુઅલ ગામે પાંચ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારના સહયોગથી સતત તાલીમો, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, મોર્ડૅર ખેતી મુલાકાત અને કિસાન ગોસ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
રાજપીપલા : સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારના સહયોગથી સતત તાલીમો, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, મોર્ડૅર ખેતી મુલાકાત અને કિસાન ગોસ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રુઅલ ગામે ખેડૂતમિત્રોને કિસાન ગોષ્ઠીનું આયોજન કરી પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ આ કિસાન ગોષ્ઠી દરમિયાન ૨૭ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા હતાં. જેમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર અલ્પના એ ચૌધરી અને ફાર્મર માસ્ટર ટ્રેનર તુલસીભાઈ ગુલીયાભાઈ વસાવાએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અને મોર્ડન ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."