કડકડતી ઠંડી : ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે ઠંડા પવનોને કારણે આ ઠંડીમાં વધુ વધારો થયો છે. ઠંડા પવનોને કારણે રાજ્યમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતમાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, રાજ્યમાં તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. આગામી 5 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફ રહેશે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.વલસાડ અને જામનગરના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે નલિયામાં 6 ડિગ્રી, ભુજમાં 10.2, ડીસામાં 10.6, રાજકોટમાં 11.4, ગાંધીનગરમાં 11.5, કેશોદમાં 11.7, સુરેન્દ્રનગરમાં 12.8, કંડલા પોર્ટમાં 13, પોરબંદરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદર. અમરેલીની ડીગ્રી નોંધાઈ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5, મહુવામાં 15.1, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, ભાવનગરમાં 15.4, વડોદરામાં 15.8, દ્વારકામાં 16.3, સુરતમાં 17.8, વેરાવળમાં 18, ઓખામાં 19 ડિગ્રી નોંધાયું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.