વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા
વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની આઠ ટીમોએ લીધો હતો ભાગ.
વડોદરા : વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે યોજવામાં આવેલી રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ વેક્સિન ટાઇટન્સ વિજેતા થઇ હતી. મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મળી કુલ આઠ ટીમોએ વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં ભાગ લીધો હતો.
ગ્રુપ એકમાં વડોદરા પ્રાંત અને મામલતદારની સિટી ગોલ્ડન ઇગલ્સ, કલેક્ટર કચેરીની વેક્સિન ટાઇટન્સ, વડોદરા તાલુકાની રૂરલ સુપર કિંગ્સ અને નર્મદા ભવન, જનસેવા કેન્દ્રની મા નર્મદા નામક ટીમો વચ્ચે આંતરિક મેચો રમાઇ હતી.
બીજા ગ્રુપમાં કલેક્ટર કચેરીની રોકસ્ટાર ઇલેવન, કરજણ નાઇટ રાઇડર્સ, ડભોઇ રેન્જર્સ અને સાવલી સનરાઇઝર નામક ટીમોએ ભાગ લીધો હતો. ગ્રુપ મેચીસમાંથી કુલ ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ હતી. જેમાં રોકસ્ટાર ઇલેવન, સિટી ગોલ્ડન ઈગલ્સ, કરજણ નાઇટરાઈડર્સ, વેક્સિન ટાઇટન્સ વચ્ચે ઓવર ધી આર્મસ ૧૨ ઓવર્સની મેચ યોજાઇ હતી. રસાકસીભરી મેચમાં વેક્સિન ટાઇટન્સ તથા સિટી ગોલ્ડન ઇગલ્સે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ફાઇનલ મેચ પણ ભારે ઉત્તેજના અને રસાકરીભરી રહી હતી. સિટી ગોલ્ડન ઇગલ્સના ટોપ બેટ્સમેન ના ચાલવાના કારણે ટીમે ૧૬ ઓવર મેચમાં ૧૪.૧ ઓવરમાં ૧૦૩ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં વેક્સિન ટાઇટન્સના ખેલંદાઓએ લક્ષ્યને માત્ર ૧૪ ઓવરમાં ચેઝ કરી ૧૦૯ બનાવી લઇ જીત દર્જ કરી હતી.
આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પ્રતીક પટેલ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, રવીન્દ્રસિંહ રાઉલજી, બેસ્ટ બોલર ટુર્નામેન્ટ તરીકે પ્રતીક પટેલ, બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટનો એવોર્ડ ધવલ ચૌધરીને આપવામાં આવ્યો હતો.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."