Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

Rajpipla November 24, 2023
નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

રાજપીપલા : રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સમાંતર જિલ્લાના તમામ પાંચ તાલુકામાં પણ કાર્યક્રમો યોજાયા હતા.

જિલ્લાના ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવા માટે યોજાયેલા બે દિવસીય રવી કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ખેડૂતો માટે વાવણીથી વેચાણ સુધીની સરકારશ્રીની અનેકવિધ પુરસ્કૃત યોજનાઓ અમલી છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ જિલ્લાના ખેડૂતો આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યાં છે. ખેતી કાર્યોને સરળ અને અસરકારક બનાવવા માટે આધુનિક યંત્રો/ઓજારો થકી ખેડુતો કૃષિ યાંત્રીકરણ અપનાવતા થાય તેવા ઉમદા આશયથી ટ્રેક્ટર સહિતના ઓજારો ખરીદવા નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૮૦૯ ખેડુતોને ૧૨.૫૩ કરોડ જેટલી સહાય ચુકવવામાં આવી છે.

ધારાસભ્યશ્રી દેશમુખે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો રાજય સરકારની પુરસ્કૃત યોજનાઓ થકી બીજથી લઇને અન્ય સામગ્રીઓ સહાયથી મેળવી શકે તે માટે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૯૪૪૦ ખેડુતોને રૂપિયા ૬.૪૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજનાઓ હેઠળ જિલ્લાના ૩૨૧૫ ખેડુતોને રૂપિય ૫.૨૫ કરોડથી વધુ રકમની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ૬,૦૦૦/- લેખે વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધી કુલ ૧૪ હપ્તા મળીને જીલ્લામાં અંદાજિત એક લાખ ખેડૂત લાભાર્થીનોના ખાતામાં રૂપિયા ૨૧૯ કરોડની સહાય ડાયરેક્ટ બેનેફિસરી ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાવ્યા છે. માત્ર એટલું જ નહીં આપત્તિના સમયમાં પણ સરકાર હંમેશાં ખેડૂતોના દ્વારે પહોંચી છે ત્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૩ માસમાં થયેલા ભારે વરસાદ અને નદીઓના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આવેલા પુરથી થયેલા પાક નુકસાનીના વળતર સ્વરૂપે નર્મદા જિલ્લાના ખેડુતોના ૨૪૦૦ અરજીઓ સામે કુલ રૂપિયા ૫(પાંચ) કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી તથા અન્ય ખેડુતોને સહાય ચુકવણીની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યુ. આમ, નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં ૯૫૦૪૭ જેટલાં ખેડુતોને રૂપિયા ૧૨૧ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

નિઝામાબાદ આતંકવાદી ષડયંત્ર કેસ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ PFI માસ્ટર વેપન ટ્રેનરની ધરપકડ કરી
નિઝામાબાદ આતંકવાદી ષડયંત્ર કેસ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ PFI માસ્ટર વેપન ટ્રેનરની ધરપકડ કરી
June 14, 2023

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ નિઝામાબાદ આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા એક મુખ્ય હથિયાર પ્રશિક્ષકની ધરપકડ કરી છે. આરોપી, ધારેલી ઓળખ હેઠળ જીવતો હતો, હથિયારોની તાલીમ આપતી વખતે યુવાનોની ભરતી અને કટ્ટરપંથી કરવામાં સક્રિય રીતે સામેલ હતો. ધરપકડ ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને વિક્ષેપિત કરવાના PFIના એજન્ડા પર પ્રકાશ પાડે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં અન્ય વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે જે હાલમાં ફરાર છે. આ કેસ, શરૂઆતમાં તેલંગાણા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો, જે બાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા લેવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express