કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં 50% કાપ મુકવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસના ભાવમાં ₹114 નો વધારો થયો છે. રાજકોટ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની અને ફેક્ટરીઓને તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ છે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિઓના માધ્યમથી જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાયમાં લગભગ 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં 114 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિબ્યુશન તરફથી મળતી માહિતી મુજબ હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું બુકિંગ પણ કેટલાક સ્થળોએ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. માત્ર રાજકોટ કે મોરબી જ નહીં, પરંતુ રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગો પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ગેસના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછતને કારણે ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. તેથી તેમણે સરકારને વિનંતી કરી છે કે નાના અને મધ્યમ ગેસ આધારિત ઉદ્યોગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, તેમની રજૂઆતો સાંભળીને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, જેથી ગુજરાતના ઉદ્યોગોને આ સંકટનો ઓછામાં ઓછો સામનો કરવો પડે.
આમ આદમી પાર્ટી ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે.
આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.