વીજપડી ગામે બનશે 6.60 કરોડના ખર્ચે સામુહીક આરોગ્ય કેન્દ્ર : મહેશભાઈ કસવાલા
ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વીજપડી તથા આજુબાજુના ગામોની આરોગ્ય સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને તાંત્રિક મંજૂરી આપેલ છે.
અમરેલી જિલ્લાના છેવાડા નું ગામ વીજપડી જે સાવરકુંડલા તાલુકાનું સૌથી મોટું ગામ હોય અને ત્યાંનું વ્યાપાર કેન્દ્ર પણ મોટું હોય જેમાં આજુબાજુના તેમજ રાજુલા તથા મહુવા તાલુકાના ગામડાઓનો ખરીદ વેચાણનું પણ કેન્દ્ર વીજપડી ગામ હોય જેને ધ્યાને લઈ કર્મશીલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને આ ગામના લોકો વતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રજૂઆતો મળતી હતી જે ધ્યાને લઈ શ્રી કસવાલાએ સરકારમાં સતત રૂબરૂ અને ટેલીફોનિક તેમજ લેખિત રજૂઆતો કરતા રહ્યા અને આ ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા વીજપડી તથા આજુબાજુના ગામોની આરોગ્ય સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને તાંત્રિક મંજૂરી આપેલ છે આ તાંત્રિક મંજૂરી રૂપિયા 6.60 કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર વીજપડી ગામે તૈયાર થશે જેમાં ગામ લોકો માં આનંદની લાગણી જોવા મળી રહી છે અને ધારાસભ્ય શ્રી કસવાલા ઉપર અભિનંદનની વર્ષા પણ થઈ રહી છે.
મળતી વિગતો મુજબ ધારાસભ્ય શ્રી કસવા લાયો જણાવ્યું હતું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રાજુલા અને મહુવા તાલુકાના ગામડાઓને પણ ખૂબ સારો લાભ મળશે સાથોસાથ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વીજપડી ગામે બનવાથી આરોગ્યતા માં પણ સુધારો થઈ શકશે ધારાસભ્ય કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મેન બિલ્ડીંગ જે 3.91 કરોડના ખર્ચે તૈયાર થશે તો વોટર સપ્લાય અને સેનીટરી વર્ક માટે સાત લાખ, એક્ટરનલ ડ્રેનેજ સિસ્ટમ માટે 6.89 લાખ, ફાયર પ્રોટેક્શન વર્ક માટે 27.20 લાખ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 2.48 લાખ, પ્લાન્ટેશન વર્ક માટે 80,000, સીસી રોડ અને મેઇન એન્ટ્રી માટે 20.83 લાખ, કમ્પાઉન્ડ વોલ માટે 20.40 લાખ, એમ્બ્યુલન્સ ગેરેજ માટે 5.34 લાખ, ઈલેક્ટ્રીક વર્ક માટે 38.88 લાખ, એમ.જી. પી. એસ વર્ક માટે 6.32 લાખ મળી કુલ રૂપિયા 6.60 કરોડ ના ખર્ચે આ સામુહિકારીઓ કેન્દ્રનું નિર્માણ થશે અને લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓમાં પણ વધારો થશે તેમ સત્વ ‘અટલધારા’ કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."