Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.

Ahmedabad October 26, 2023
નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના અમલીકરણ અંગે કોન્ફરન્સ

૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે.

આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાનશ્રી રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.

આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે.
દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું
February 28, 2023

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાનું કારણ શું છે અને દિલ્હીના રાજકીય લેન્ડસ્કેપ માટે તેનો અર્થ શું છે તે અહીં છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express