Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.

Amreli March 28, 2026
અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમદાવાદ / અમરેલી / ગુજરાત : આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસે અમરેલીમાં બનેલા રસ્તાઓની હાલત ખૂબ જ નબળી છે અને આ જીવતું જાગતું ઉદાહરણ છે કે સરકારના કામોમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. થોડા મહિનાં પહેલાં બનાવવામાં આવેલો રોડ આજે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેના સેમ્પલ પણ ફેલ થઈ ગયા છે. આખો રોડ નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે. છેલ્લા દોઢથી અઢી વર્ષથી આ રોડનું કામ ચાલી રહ્યું છે, છતાં આજે પણ તેની સ્થિતિ સંતોષકારક નથી. રોડનું કામ શરૂ થયાથી લઈને અત્યાર સુધી તેમાં યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. પ્રદેશના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આ વિસ્તારમાં આવતા હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વિચારવા જેવી વાત એ છે કે જે વિસ્તારમાં રાજ્યના કાયદામંત્રીનો પ્રભાવ છે, ત્યાં જ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ બેફામ બની કામ કરી રહ્યા છે અને કાયદાનો કોઈ ડર નથી. અંદાજે અગિયાર કરોડ રૂપિયાનો આ રોડ બનાવવામાં આવ્યો છે, છતાં જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે.

AAP નેતા નિકુંજ સાવલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આગળ રેલવે ક્રોસિંગ પર બ્રિજ મંજૂર થયો હોવા છતાં આ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે થોડા મહિનામાં જ બ્રિજનું કામ શરૂ થવાનું છે. પરિણામે હાલ બનાવેલો રોડ ફરીથી ખોદી નાખવામાં આવશે, જે સ્પષ્ટ કરે છે કે અગાઉથી જ ભ્રષ્ટાચાર અને ખોટી યોજના સાથે કામ કરવામાં આવ્યું છે. નિકુંજ સાવલિયાએ આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચારને કારણે હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે, કારણ કે થોડા સમયમાં જ તેને તોડી નાખવાનો હતો. છેલ્લા લાંબા સમયથી લોકો અહીં મુશ્કેલી ભોગવી રહ્યા છે અને હવે ફરીથી રોડના કામને કારણે આગામી દિવસોમાં વધુ હેરાનગતિનો સામનો કરવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે ફેલાયો છે. મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં જમીન પર કામ નબળું અને ભ્રષ્ટાચારયુક્ત છે. કાયદામંત્રીના વિસ્તારમાં જ કાયદાનો ભય ન હોવો એ ચિંતાજનક બાબત છે. આમ જનતાને સંબોધતા તેમણે અપીલ કરી કે લોકો જાગે અને આવા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે. સાથે સાથે તેમણે જિલ્લા કલેક્ટરને પણ વિનંતી કરી કે તેઓ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં અમરેલી જિલ્લામાં આવી ઘટનાઓ ફરી ન બને.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દાહોદની ‘વિજય વિશ્વાસ સભા’: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ભાજપ-કોંગ્રેસ પર તીખો પ્રહાર
dahod
March 28, 2026

દાહોદની ‘વિજય વિશ્વાસ સભા’: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ભાજપ-કોંગ્રેસ પર તીખો પ્રહાર

દાહોદમાં AAPની જંગી સભામાં અરવિંદ કેજરીવાલે આદિવાસીઓના અધિકાર, મફત વીજળી અને પંજાબ મોડેલના આધારે પરિવર્તનની હાકલ કરી.

ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ
ahmedabad
March 28, 2026

ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ

રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો. 

ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં
ahmedabad
March 28, 2026

ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં

કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. 

Braking News

જલંધરમાં કોંગ્રેસને મોટો ઝટકો, 10 કાઉન્સિલરો AAPમાં જોડાયા
જલંધરમાં કોંગ્રેસને મોટો ઝટકો, 10 કાઉન્સિલરો AAPમાં જોડાયા
October 14, 2023

નગર નિગમની ચૂંટણી પહેલા 10 કાઉન્સિલરો આમ આદમી પાર્ટી (AAP)માં જોડાતા કોંગ્રેસ પાર્ટીને જલંધરમાં મોટો આંચકો લાગ્યો છે. આ પગલું કોંગ્રેસના કાર્યકરોમાં પાર્ટી નેતૃત્વ સામે વધતા અસંતોષની નિશાની છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express