દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ
ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે અનેક લોકકલ્યાણકારી પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવશે. આગામી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ વિવિધ નવતર પ્રકલ્પોનો પ્રારંભ થશે.
આ પ્રસંગે મુખ્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પૂનમચંદ બરંડા પણ ઉપસ્થિત રહેશે.
CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા તેમજ ૧ કિ.ગ્રા પેકિંગમાં કઠોળ વિતરણ યોજના, 'સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાન તથા અન્નપૂર્તિ ગ્રેઇન ATM જેવા વિવિધ પ્રકલ્પોનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ થશે. વધુમાં, ગ્રાહકોના હિતોના રક્ષણ અને પારદર્શિતા વધારવા માટે Care Rating અને CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) સાથે ઐતિહાસિક સમજૂતી કરાર (MOU) કરવામાં આવશે, જેના દ્વારા રાજ્યમાં 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' અને વિવાદોના ઝડપી નિરાકરણ માટેની નવી વ્યવસ્થા અમલમાં આવશે.
• ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અધિકૃત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો ઉપયોગ કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં સબસિડી ટ્રાન્સફર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
• પંજાબ નેશનલ બેંક દ્વારા વિકસિત આ સિસ્ટમમાં લાભાર્થીને તેમના ડિજિટલ વોલેટમાં ટોકન મળશે, જેમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની જાણકારી હશે.
• આધાર બેઝ્ડ પ્રણાલીથી સ્માર્ટફોન ધારકો QR કોડથી અને ફીચર ફોન ધારકો OTP દ્વારા અત્યાધુનિક પધ્ધતિથી અનાજ મેળવી શકશે.
• આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરનો સાબરમતી ઝોન, સુરત, આણંદ અને વલસાડના ૨૬,૩૩૩ પરિવારોને આવરી લેવાયા છે.
• રાજ્યના NFSA પરિવારોને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટે હવેથી તુવેરદાળ અને ચણાનું વિતરણ છૂટકને બદલે ૧ કિલોના સ્ટાન્ડર્ડ સીલ પેકિંગમાં કરાશે.
• જેનાથી શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહેશે.
• બેંક ATM ની જેમ જ ૨૪ કલાક અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સાબરમતી ઝોન, અમદાવાદ ખાતે 'ગ્રેઇન ATM' શરૂ કરાશે.
• માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો સુધીનું અનાજ મેળવી શકાશે, જેનાથી વિતરણ વ્યવસ્થામાં સચોટતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત થશે.
• ગ્રાહક હિતોના રક્ષણ માટે બે મહત્વના કરાર થશે.
• જેમાં 'Care Rating' અને 'CERC (Consumer Education and research center)' સાથે મળીને કંપનીઓના રેટિંગ માટે 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) તૈયાર કરાશે.
• ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદોના ઝડપી અને કોર્ટ બહારના નિરાકરણ માટે 'Conciliation and Pre-litigation Ecosystem' કાર્યરત કરવામાં આવશે.
• ખાદ્ય સુરક્ષાથી પોષણ સુરક્ષા તરફ ડગલું માંડતા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ (GSCSCL)ના CSR ફંડમાંથી ₹૧.૬૫ કરોડના ખર્ચે નર્મદાના ગરુડેશ્વર તાલુકાને કુપોષણ મુક્ત કરવાનું અભિયાન શરૂ કરાશે.
• આ પ્રોજેક્ટ હેઠળ બે મોડેલ આંગણવાડીઓની સ્થાપના થશે અને કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
જાહેર વિતરણ ક્ષેત્રે આ તમામ પહેલો દ્વારા ગુજરાત સરકાર 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરી છેવાડાના માનવીને સશક્ત બનાવવાના પોતાના ઉદ્દેશ્યને ઉજાગર કરશે. આ પ્રસંગે જાહેર વિતરણ વ્યવસ્થા અને ગ્રાહકોની બાબતોના કેન્દ્ર સચિવ શ્રી સંજીવ ચોપરા પણ ઉપસ્થિત રહેશે.
નર્મદા જિલ્લાના ૨૫૮ આદિજાતિ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ! પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યું – ૭૦+ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખ ઇનામ. જલ જીવન મિશન હેઠળ આયુર્વેદ-યોગ સેવા વિસ્તારશે. વિગતો જુઓ.
નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલ, NHAI અને ટ્રાફિક ટીમે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું. વડીયા જકાતનાકા, નાના લીમટવાડા, ખામર, મકાઈ ધોધ સહિત 10+ જગ્યાએ કેટ આઈ, સાઇન બોર્ડ, બમ્પ-બેરિયરના આદેશ. દેડીયાપાડામાં હેલ્મેટ વિતરણ સાથે જાગૃતિ. વિગતો જુઓ.
રાજપીપલામાં આયુષ સોસાયટીની મોટી સમીક્ષા બેઠક યોજાઈ: આયુર્વેદ, યોગ, યુનાની-હોમિયોપેથી સેવાઓની કામગીરી પર ચર્ચા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવું બળ મળશે. નવી યોજનાઓ, વધુ ફંડિંગ અને વિસ્તારની તૈયારી! વિગતો જુઓ.