ક્રોમાએ ઇ-વેસ્ટના ઉપયોગ અને નિકાલ વિશે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં એક મહત્વપૂર્ણ કેમ્પેઇનનો પ્રારંભ કર્યો
25 મેના રોજ અમદાવાદમાં સેટેલાઇટ ખાતે ભારે અવર-જવર ધરાવતા ઇસ્કોન ચાર રસ્તા પાસે ક્રોમાએ જાહેર જનતા સાથે સક્રિય રીતે જોડાયું હતું તથા તેમને સ્થાયી ઇ-વેસ્ટ મેનેજમેન્ટની મહત્વતા વિશે શિક્ષિત કર્યાં હતાં.
ભારતના અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમાએ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પહેલાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ (ઇ-વેસ્ટ)ના જવાબદારીપૂર્વક ઉપયોગ અને નિકાલ વિશે જાગૃતિ ફેલાવવા અમદાવાદમાં એક મહત્વપૂર્ણ કેમ્પેઇનનો પ્રારંભ કર્યો છે. 25 મેના રોજ અમદાવાદમાં સેટેલાઇટ ખાતે ભારે અવર-જવર ધરાવતા ઇસ્કોન ચાર રસ્તા પાસે ક્રોમાએ જાહેર જનતા સાથે સક્રિય રીતે જોડાયું હતું તથા તેમને સ્થાયી ઇ-વેસ્ટ મેનેજમેન્ટની મહત્વતા વિશે શિક્ષિત કર્યાં હતાં.
ટ્રાફિક સિગ્નલની અવધિનો લાભ લેતાં ક્રોમા ટીમે અવર-જવર કરતાં લોકોને તેમના સ્ટોર્સ ઉપર ચાલી રહેલાં ઇ-વેસ્ટ કલેક્શન અને ફેસિલિટી ડ્રાઇવ વિશે માહિતી આપી હતી તેમજ ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત પણ કર્યો હતો. લોકો તરફથી ખૂબજ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી કેમ્પેઇન સફળ રહ્યું હતું તેમજ યોગ્ય નિકાલ માટે તેમના ઇ-વેસ્ટના યોગદાન વિશે જાગૃતિ પેદા કરી શકાઇ હતી. તેઓ આ પહેલને અમદાવાદમાં બીજા સ્થળો તથા શહેરોમાં લઇ જવાની યોજના ધરાવે છે, જેથી જવાબદારીપૂર્વકના ઉપયોગ વિશે વધુ જાગૃતિ પેદા કરી શકાય.
ક્રોમા જવાબદારીપૂર્વકના વપરાશ પ્રત્યેની કટીબદ્ધતા સાથે આ પહેલથી પણ આગળ વધશે. તેમણે સમગ્ર વર્ષ માટે ક્રોમા સ્ટોર્સમાં ઇન-સ્ટોર ઇ-વેસ્ટ બીનને રચનાત્મક રીતે બદલવા માટે જાણીતા કલાકારો સાથે ભાગીદારી કરી છે. કૃતજ્ઞતાની અભિવ્યક્તિ તરીકે ક્રોમા જવાબદારીથી પોતાના ઇ-વેસ્ટનો નિકાલ કરતાં પ્રત્યેક ગ્રાહકના નામે એક વૃક્ષનું પણ વાવેતર કરે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.