Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ક્રોમ્પટન એનર્જિયન ચાર્જર્સ અને પાવર બેન્ક્સ લોન્ચ – ઝડપી અને સુરક્ષિત ચાર્જિંગની નવી શ્રેણી

ક્રોમ્પટન એનર્જિયન ચાર્જર્સ અને પાવર બેન્ક્સ લોન્ચ – ઝડપી અને સુરક્ષિત ચાર્જિંગની નવી શ્રેણી

આજના ફાસ્ટ-પેસ્ડ જીવનમાં સ્માર્ટફોન ચાર્જિંગ એ રોજની મોટી જરૂરિયાત બની ગઈ છે. પણ ભારતીય પાવરની સ્થિતિમાં વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન, અતિગરમ થવું અને સુરક્ષાની ચિંતા હંમેશા રહે છે. આ સમસ્યાને હલ કરવા માટે ક્રોમ્પટન ગ્રીવ્ઝએ એનર્જિયન શ્રેણીના નવા મોબાઈલ ચાર્જર્સ અને પાવર બેન્ક્સ લોન્ચ કર્યા છે. આ રેન્જ ખાસ કરીને ભારતીય પાવર કન્ડિશન માટે ડિઝાઇન કરવામાં આવી છે.

New delhi January 12, 2026
ક્રોમ્પટન એનર્જિયન ચાર્જર્સ અને પાવર બેન્ક્સ લોન્ચ – ઝડપી અને સુરક્ષિત ચાર્જિંગની નવી શ્રેણી

ક્રોમ્પટન એનર્જિયન ચાર્જર્સ અને પાવર બેન્ક્સ લોન્ચ – ઝડપી અને સુરક્ષિત ચાર્જિંગની નવી શ્રેણી

ક્રોમ્પટનનો ભારતીય પાવરની સ્થિતિઓ માટે નિર્મિત ચાર્જર્સ અને પાવર બેન્ક્સ સાથે મોબાઈલ એસેસરીઝમાં પ્રવેશ અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 - ફાસ્ટ ચાર્જિંગ રોજની જરૂરિયાત બની ચૂક્યું છે ત્યારે ગ્રાહકોએ સુરક્ષા અને ટકાઉપણા સાથે તે છતાં શા માટે બાંધછોડ કરવી જોઈએ? સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને ઘણાં બધાં કનેક્ટેડ ડિવાઈસીસ પર દિવસભર પ્રોડક્ટિવિટી,
કનેક્ટિવિટી અને એન્ટરટેઈનમેન્ટ વચ્ચે ધીમા અને બિન- સાતત્યતાભર્યા ચાર્જિંગને કારણે રોજબરોજના જીવનમાં સીધો અવરોધ પેદા તાય છે. આ વાસ્તવિકતાને પહોંચી વળતાં ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ લિ. દ્વારા મોબાઈલ એસેસરીઝ શ્રેણીમાં તેની એન્જિનિયરિંગ નિપુણતા વિસ્તારીને ક્રોમ્પટન એનર્જિયન મોબાઈલ ચાર્જર્સ અને પાવર બેન્ક્સના લોન્ચની ઘોષણા કરી છે.

આજના ડિજિટલ રીતે કનેકટેડ ગ્રાહકો ડિવાઈસીસ, સ્થળો અને રુટિન્સમાં ચાર્જિંગ કરવા માગતા હોય છે. આમ છતાં ચાર્જર્સ અને પાવર બેન્ક્સ આસપાસ સુરક્ષાની બેચેની ખાસ કરી વોલ્ટેજમાં વધઘટ થતી હોય, પાવરમાં ઉછાળો આવે અને અતિગરમ થઈ જવાનું સામાન્ય સમસ્યા હોય ત્યાં ઉચ્ચ હોય છે. આ રોજબરોજનાં જોખમોએ ડિવાઈસની કામગીરી, બેટરીનું આરોગ્ય અને ઉપભોક્તાના વિશ્વાસને અસર કરવાનું ચાલુ રાખ્યું છે.

ક્રોમ્પટન એનર્જિયન રેન્જ બાંધછોડ વિનાનાં સુરક્ષાનાં ધોરણો સાથે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને જોડીને આ જરૂરતનું અંતર દૂર કરવા માટે તૈયાર કરવામાં આવી છે. ક્રોમ્પટનના વિશ્વાસ અને ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાના વારસા પર નિર્મિત એનર્જિયન મોબાઈલ ચાર્જર્સ અને પાવર બેન્ક્સ ભારતીય ઈલેક્ટ્રિકલ વાતાવરણમાં માટે ખાસ ઘડવામાં આવેલી કોમ્પેક્ટ, પ્રીમિયમ ડિઝાઈનમાં ઝડપી, ઈન્ટેલિજન્ટ અને સુરક્ષિત ચાર્જિંગ પ્રદાન કરે છે.

ક્રોમ્પટન એનર્જિયનનાં મોબાઈલ ચાર્જર્સ અને પાવર બેન્ક્સ અલગ કઈ રીતે છે? 

ગ્રાહકોની સ્પષ્ટ જરૂરતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલો એનર્જિયનનો પોર્ટફોલિયો કામગીરી, સુરક્ષા અને લાઈફસ્ટાઈલ ડિઝાઈન એકત્ર લાવે છેઃ

• હાઈ- પરફોર્મન્સ ફાસ્ટ ચાર્જિંગઃ નેક્સ્ટ- જનરેશન ગેલિયમ નાઈટ્રાઈડ (જીએએન), પાવર ડિલિવરી (પીડી) અને પ્રોગ્રામેબલ પાવર સપ્લાય (પીપીએસ) ટેકનોલોજી દ્વારા પાવર્ડ રેન્જ સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને લેપટોપ્સ માટે ઝડપી અને વધુ કાર્યક્ષમ ચાર્જિંગ અભિમુખ બનાવે છે. સિંગલ ચાર્જર ઘણાં બધાં ડિવાઈસીસને સપોર્ટ કરીને ક્લટર અને ઘણા બધા
એડપ્ટર્સની જરૂર ઓછી કરે છે.

• ભારતીય સ્થિતિઓ માટે બાંધછોડ વિનાની સુરક્ષાઃ વોલ્ટેજમાં વધઘટ, અતિગરમ અને પાવરમાં ઉછાળામાંથી ડિવાઈસીસનું રક્ષણ કરવા માટે ઘડવામાં આવેલી આ રેન્જમાં આધુનિક આઈઝોલેશન અને સર્જ પ્રોટેકશન છે. ઈન્ટેલિજન્ટ થર્મલ મેનેજમેન્ટ અતિગરમ થવાનું નિવારે છે અને બેટરીનું આરોગ્ય રક્ષણ કરવામાં મદદ કરે છે.

• કોમ્પેક્ટ છતાં શક્તિશાળી એન્જિનિયરિંગ– જીએએન (ગેલિયમ નાઈટ્રાઈડ) ટેકનોલોજી પાવર પર કોઈ પણ બાંધછોડ વિના વધુ કોમ્પેક્ટ, હલકા સ્વરૂપનું પરિબળ અભિમુખ બનાવે છે. પોકેટ આકાર અને પ્રવાસ અનુકૂળ ચાર્જર્સ અને પાવર બેન્ક્સ રોજના પ્રવાસ, કામ અને ઓન-ધ-ગો ઉપયોગ માટે આદર્શ છે.

• ડિવાઈસીસમાં સાર્વત્રિક અભિમુખતા- મુખ્ય ડિવાઈસ બ્રાન્ડ્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સમાં અભિમુખ રેન્જ મોટા ભાગના સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, ઈયરબડ્સ અને અન્ય યુએસબી-સી એનેબલ્ડ ડિવાઈસીસ સાથે સહજ કામ કરે છે. 

• વિશ્વસનીય એન્જિનિયરિંગ દ્વારા આધાર સાથે પ્રીમિયમ ડિઝાઈન- સ્લીક, આધુનિક એસ્થેટિક્સ અને ઉચ્ચ ગુણવત્તાના મટીરિયલ્સ સાથે એનર્જિયન રેન્જ પ્રીમિયમ ડિવાઈસીસ અને સમકાલીન લાઈફસ્ટાઈલ્સને પૂરક છે. દરેક પ્રોડક્ટ પાવર અને વિદ્યુત સમાધાનમાં ક્રોમ્પટનની દાયકા લાંબી નિપુણતાના આધાર સાથે કઠોર ગુણવત્તા અને સુરક્ષાનાં ધોરણોને પહોંચી વળવા
માટે તૈયાર કરાયાં છે અને પરીક્ષણ કરાયાં છે.

આ લોન્ચ પર બોલતાં ક્રોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ લિ.ના લાઈટિંગ અને સોલાર રૂફટોપ્સના બિઝનેસ હેડ શ્રી શાલીન નાયકે જણાવ્યું કે, “આજે ગ્રાહકો એવા પાવર સમાધાનની અપેક્ષા રાખે છે જે તેમની તેજ ગતિના, ડિજિટલ રીતે કનેક્ટેડ જીવન સાથે આસાનીથી અનુકૂળ બને. ક્રોમ્પટનમાં અમારાં ઈનોવેશન્સ આ ઉત્ક્રાંતિ પામતી જરૂરતોની સમજ સાથે શરૂ થાય છે, પછી તેમાં ઝડપી ચાર્જિંગ હોય, નિર્ભરક્ષમ સુરક્ષા હોય કે રોજબરોજની સુવિધા હોય. ક્રોમ્પટન એનર્જિયન મોબાઈલ ચાર્જર્સ અને પાવર બેન્ક્‌સના લોન્ચ સાથે અમે અમારી એન્જિનિયરિંગ નિપુણતાને એવી નવી શ્રેણીમાં વિસ્તારી રહ્યા છીએ, જે સીધા જ આજના ગ્રાહકોના જીવન, કામ અને કનેક્ટેડ રહેવાને પહોંચી વળે છે. ભારતીય પાવરની સ્થિતિઓ માટે મજબૂત સુરક્ષિત રીતે ઘડવામાં આવેલી આધુનિક ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીઓ, જેમ કે, ગેલિયમ નાઈટ્રાઈડ (જીએએન), પાવર ડિલિવરી (પીડી) અને પ્રોગ્રામેબલ પાવર સપ્લાય (પીપીએસ) સાથે અમે અમારા ગ્રાહકો માટે વિશ્વસનીય ચાર્જિંગ આસાન, સુરક્ષિત અને વધુ સુવિધાજનક બનાવી રહ્યા છીએ.’’ 

તેમણે ઉમેર્યું કે, ‘‘એનર્જિયન નવી શ્રેણીમાં પ્રવેશ પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે, જ્યાં પાવર અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અમારી મુખ્ય શક્તિ અસલ રીતે લોકોના જીવનમાં મૂલ્યનો ઉમેરો કરે છે. અમે અમારો પોર્ટફોલિયો વિસ્તારવા સાથે ગ્રાહકોને એવી અર્થપૂર્ણ, ઉત્તમ તૈયાર કરાયેલા સમાધાન પ્રદાન કરીએ છીએ, જે ગુણવત્તા અને પહોંચક્ષમતા પર બાંધછોડ કર્યા વિના મનની શાંતિ, કામગીરી અને વિશ્વાસ પ્રદાન કરે છે.’’

ભાવિ પેઢીનું ફાસ્ટ ચાર્જિંગ, ભારતીય પાવરની સ્થિતિઓ માટે અંતર્ગત રક્ષણ અને કોમ્પેક્ટ, લાઈફસ્ટાઈલ સુસજ્જ ડિઝાઈન સાથે એનર્જિયન રેન્જ ટેકનોલોજી, વિશ્વાસ અને રોજબરોજની સુસંગતતાને એકત્ર લાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

સ્પાઇસજેટને લઈને મોટા સમાચાર, ELFC એવિએશન સાથે સમાધાન થયું
સ્પાઇસજેટને લઈને મોટા સમાચાર, ELFC એવિએશન સાથે સમાધાન થયું
October 16, 2023

બંને કંપનીઓ વચ્ચે કોર્ટની બહાર સમાધાન અંગે સમજૂતી થઈ છે. એન્જિન લીઝ ફાયનાન્સ કોર્પ એવિએશન સાથે વિવાદ ઉકેલવા માટે સમજૂતી થઈ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express