Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

કેનેડિયન પેન્શન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બ્રિટિશ કોલંબિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન અને અબુ ધાબીની સોવરેન ઈન્વેસ્ટર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટમાં નવા એન્કર ઈન્વેસ્ટર્સ બન્યા

New delhi April 19, 2023
ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

કેનેડિયન પેન્શન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બ્રિટિશ કોલંબિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન (“BCI”) અને અબુ ધાબીની સોવરેન ઈન્વેસ્ટર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (“Mubadala”), ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ  ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટ (“CHT”)માં નવા એન્કર ઈન્વેસ્ટર્સ બન્યા છે. InvITના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર ક્યુબ હાઇવેઝ ફંડ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડે તેના ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ પ્રાઈવેટલી પ્લેસ્ડ ઓર્ડિનરી યુનિટ્સને રૂ. 52,258.27 મિલિયન (c. US$ 630 મિલિયન)માં લિસ્ટિંગ કરવાની જાહેરાત કરી છે. InvIT પાસે 18 ટોલ અને એન્યુઈટી રોડ એસેટ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેની કુલ લંબાઈ 1,423.60 કિલોમીટર છે. BCI, Mubadala અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઓર્ડિનરી યુનિટ્સમાં સબ્સ્ક્રાઇબ કર્યું છે. 

InvIT દ્વારા રાખવામાં આવેલી એસેટ્સના પ્રથમ તબક્કામાં 17 NHAI ટોલ રોડ એસેટ્સ અને એક NHAI એન્યુઈટી રોડ એસેટ હશે. આ રોડ એસેટ્સ આંધ્ર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન,તમિળનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યોમાં સ્થિત છે. આ ઉપરાંત, ફર્સ્ટ ઓફરના અધિકારને અનુસરીને, CHT પાસે હાલ કાર્યરત સાત હાઇવે એસેટ્સ એક્સેસ કરવાની પણ તક હશે. ક્યુબ હાઇવેઝ ફંડ્સ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર શ્રી યુ કે સિન્હા (InvIT માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કાર્યરત)એ જણાવ્યું હતું કે, “આ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને ખાસ કરીને InvITના વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ છે. આવા અગ્રણી ઈન્વેસ્ટર્સ દ્વારા ક્યુબ પરનો વિશ્વાસ તેની ક્ષમતા અને કર્મચારીઓની પુષ્ટિ કરે છે. સૌના માટે મૂલ્ય અને સંપત્તિ સર્જન ચાલુ રાખવા માટે બોર્ડ અને ક્યુબની ટીમ  તમામ હિસ્સેદારો સાથે કામ કરવા માટે ઉત્સુક છે. હું વધુ સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય તરફ ક્યુબની સફરમાં ભાગ લેવા માટે રોમાંચિત છું.” InvIT એ રૂ. 100 બિલિયન (c. USD 1.2 બિલિયન) ની રકમ માટે ભારતીય સ્ટેટ બેંક સાથે ફેસિલિટી અગ્રીમેન્ટ કર્યો છે જેનો ઉપયોગ પ્રારંભિક પોર્ટફોલિયોમાં હાલના દેવાના પુનઃધિરાણ માટે કરવામાં આવશે.

ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ, ઈકરા લિમિટેડ અને ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ સહિત ત્રણ રેટિંગ એજન્સીઓ તરફથી તેની લોન ફેસિલિટીઝ માટે InvITને “Provisional Ind AAA/Stable” રેટિંગ આપવામાં આવ્યું છે. પોર્ટફોલિયોના ટ્રેક રેકોર્ડ અને ભૌગોલિક વૈવિધ્યકરણ, કેશ પુલિંગ સ્ટ્રક્ચર, મજબૂત ઋણ સુરક્ષા પગલાં અને અનુભવી મેનેજમેન્ટ ટીમના લીધે સારું રેટિંગ્સ પ્રાપ્ત થયું છે. BCI ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ રિસોર્સિસના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર શ્રી જમાન વેલજીએ જણાવ્યું હતું કે, “BCIનું ક્યુબ હાઇવેઝમાં રોકાણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત છે જે તેઓ જેમને સર્વિસ પૂરી પાડે છે તેવા સમુદાયોની જરૂરી આવશ્યકતાઓને પૂરી કરે છે. વધુમાં, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર તેમજ ભારતમાં અમારા એક્સપોઝરને વધારે છે અને વૈવિધ્યસભર બનાવે છે, જે BCIને દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે. અમે અમારા જાહેર ક્ષેત્રના ક્લાયન્ટ્સ માટે લાંબા ગાળે મૂલ્યનું નિર્માણ કરવા ક્યુબ હાઈવે સાથે કામ કરવા આતુર છીએ.” 

Mubadala ના શ્રી સઈદ અરાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - હેડ ટ્રેડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે મજબૂત અને યોગ્ય રીતે નિયંત્રિત બજાર સાથે માર્ગ નિર્માણ ક્ષેત્રે સૌથી નોંધપાત્ર વૈશ્વિકવૃદ્ધિની તક છે. માર્ગ નિર્માણ યોજનાઓ માટે 100 અબજ ડોલરથી વધુની ફાળવણી અને સંભવિત 20 અબજ  ડોલરથી વધુની એડ્રેસેબલ એક્વિઝિશન પાઈપલાઈન સાથે, ક્યુબ હાઈવેઝ એ Mubadala માટે રસ્તાઓમાં રોકાણ કરવા અને બજારની આ તકનો લાભ ઉઠાવવા માટેનું સૌથી સારી સ્થિતિમાં રહેલું પ્લેટફોર્મ છે. એક જવાબદાર રોકાણકાર તરીકે, અમને ક્યુબ હાઇવેઝ સાથે કામ કરવા અને દેશને સામાજિક-આર્થિક લાભો પહોંચાડવા માટે ભારતની રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવા બદલ ગર્વ છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

ODI વર્લ્ડ કપની વચ્ચે ટીમ સાથે જોડાશે 2 ઘાતક ખેલાડી, અચાનક થઈ ગઈ આ મોટી જાહેરાત
ODI વર્લ્ડ કપની વચ્ચે ટીમ સાથે જોડાશે 2 ઘાતક ખેલાડી, અચાનક થઈ ગઈ આ મોટી જાહેરાત
October 19, 2023

ICC વર્લ્ડ કપ 2023: ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન બે ખેલાડીઓ શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં પ્રવાસી અનામત તરીકે જોડાશે. શ્રીલંકાની ટીમ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાથી ઝઝૂમી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express