ડીસીએમ શ્રીરામે ગુજરાતના ભરૂચમાં કોસ્ટિક સોડા ઉત્પાદનની તેની 850 ટીપીડી વિસ્તરણ પ્રોજેક્ટની કામગીરી પૂરી કરી
ડીસીએમ શ્રીરામ લિમિટેડે ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં તેના કેમિકલ કોમ્પ્લેક્સમાં દૈનિક 850 ટન (ટીપીડી)નો ઉમેરો કરીને કોસ્ટિક સોડા વિસ્તરણ પ્રોજેક્ટને તાજેતરમાં પૂરો કર્યો હોવાની ગૌરવભેર જાહેરાત કરી છે.
નવી દિલ્હી : ડીસીએમ શ્રીરામ લિમિટેડે ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં તેના કેમિકલ કોમ્પ્લેક્સમાં દૈનિક 850 ટન (ટીપીડી)નો ઉમેરો કરીને કોસ્ટિક સોડા વિસ્તરણ પ્રોજેક્ટને તાજેતરમાં પૂરો કર્યો હોવાની ગૌરવભેર જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે કંપનીની કુલ સ્થાપિત ક્ષમતા એકલા ભરૂચમાં જ નોંધપાત્ર 2225 ટીપીડીની થઈ છે જે બંને સ્થળો એટલે કે ગુજરાતના ભરૂચમાં અને રાજસ્થાનના કોટામાં અમારી વાર્ષિક કોસ્ટિક સોડા ક્ષમતાને વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટન (ટીપીએ) સુધી લઈ જાય છે.
આ અત્યાધુનિક પ્રોજેક્ટનું સમાપન કેમિકલ ઉદ્યોગમાં ડીસીએમ શ્રીરામની સ્થિતિને મજબૂત બનાવે છે અને ભરૂચ કેમિકલ કોમ્પ્લેક્સને દેશમાં સૌથી મોટી એક જ કોસ્ટિક સોડા ફેસિલિટી બનાવે છે. આ વિસ્તરણ પ્રોજેક્ટ ન કેવળ ફ્લેગશિપ આત્મનિર્ભર ભારત પ્રોગ્રામ હેઠળ ભારતની એકંદરે વિકાસ ગાથા માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે પરંતુ સંસ્થાને આગળ જતાં મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓ પ્રદાન કરવાનું પણ વચન આપે છે.
આ અંગે મેનેજમેન્ટે જણાવ્યું હતું કે “અમે દેશમાં બીજા નંબરના સૌથી મોટા કોસ્ટિક સોડા ઉત્પાદક છીએ અને દેશના જીડીપી વિકાસ સાથે તેના મજબૂત સહસંબંધ સંબંધને જોતાં અમારા ક્લોર-આલ્કલી બિઝનેસ સેગમેન્ટની નફાકારકતા અને લાંબા ગાળાના ટકાઉ વિકાસ અંગે આશાવાદી છીએ. આ પ્રોજેક્ટ મોટાપાયે અર્થવ્યવસ્થાઓના નિર્માણ, કાર્યદક્ષતાને આગળ વધારવા તથા આધુનિક ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના અમારા પ્રયાસોનું પ્રમાણ છે.”
“અમે આ જ સ્થળે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઇપિક્લોરોહાઇડ્રિન પ્રોજેક્ટ્સ પૂરો કરવાના અંતિમ તબક્કામાં છીએ જે બિઝનેસને વૃદ્ધિ આપશે અને તંદુરસ્ત કામગીરીમા પ્રદાન કરશે.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.