ડેડીયાપાડા પોલીસે હરીપુરા ગામમાં જુગાર પર રેડ કરી 10 જુગારીઓને ઝડપી લીધા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના હરીપુરા ગામમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારીઓ ને ઝડપી લીધા હતા.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે ચેકીંગ દરમિયાન હરીપુરા ગામથી (૧) અક્ષયભાઇ ગુલાબભાઇ વસાવા (૨) સતિષભાઇ ભીમસિંગભાઇ મોવાસી (૩) અમરસિંગભાઇ ઢોળીદાસભાઇ મોવાસી (૪) રાજુભાઇ વનકરભાઇ મોવાસી(૫) નિલેશભાઇ ગુલાબભાઈ મોવાસી(૬) સુરેશભાઇ ધનજીભાઈ મોવાસી (૭) રાજુભાઇ છત્રસિંગભાઇ મોવાસી(૮) જલમસિંગભાઇ ફુલસિંગભાઈ મોવાસી(૯) કિરીટભાઇ દીલીપભાઇ વસાવા લ (૧૦) અજયભાઇ અર્જુનભાઇ વસાવા, તમામ રહે. હરીપુરા ને હારજીતનો જુગાર રમી રમાડતા દાવ પરના રોકડા રૂ.૨૦૦/- તેમની અંગ ઝડતીના રોકડા રૂ.૧૩૩૦/- મળી કુલ કિ.રૂ.૧૫૩૦/-ના જુગાર રમવાના સાહીત્ય સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"