ટેક્સ પ્રોફેશ્નલ્સની માગમાં 47 ટકાની વૃદ્ધિઃ જસ્ટડાયલ
ભારતના પ્રથમ ક્રમના હાયપરલોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલે નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
મુંબઇ : ભારતના પ્રથમ ક્રમના હાયપરલોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલે નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. આ સમયગાળામાં ઇન્દોર (72 ટકા), ચંદીગઢ (71 ટકા) અને લખનઉ (59 ટકા) જેવાં નોન-મેટ્રોની માગમાં સર્વોચ્ચ વૃદ્ધિ જોવા મળી છે. રિપોર્ટ અનુસાર કોવિડ બાદ આર્થિક પ્રવૃત્તિઓની ફરીથી શરૂઆત તેમજ જાન્યુઆરીથી જૂન દરમિયાન ટેક્સ રિટર્ન માટેના મહત્વપૂર્ણ સમયને જોતાં ફાઇનાન્સ પ્રોફેશ્નલ્સની માગ વધી છે. સરકાર કરવેરા વ્યવસ્થાને સરળ બનાવી રહી છે તથા બે કર વ્યવસ્થાના વિકલ્પ અને કરવેરા કાયદાની જટિલ બાબતોને જોતાં ટેક્સ ફાઇલિંગ માટે નિષ્ણાંતના માર્ગદર્શનની જરૂર પડે છે. અપેક્ષા મૂજબ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરથી નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન કરનાલ (36 ટકા), મેંગ્લોર (22 ટકા) અને સુરત (15 ટકા) જેવાં નોન-મેટ્રો શહેરોમાં સર્ચમાં વૃદ્ધિ નોંધાઇ છે. ટિયર-1 શહેરોમાં ચેન્નઇમાં 12 ટકાની વૃદ્ધિ, અમદાવાદમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. માગમાં વૃદ્ધિ જૂન-જુલાઇ સુધી જળવાઇ રહેવાની સંભાવના છે.
ચેન્નઇના વી.એસ. સંથાસીલન એન્ડ એસોસિયેટ્સના માલિક સંથાસીલને કહ્યું હતું કે, “અમારા અનુભવને આધારે ફાઇનાન્સ પ્રોફેશ્નલ્સની માગ એપ્રિલના મધ્યથી વધવાની શરૂ થાય છે કારણકે લોકો સમયમર્યાદા પહેલાં તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માગે
છે. અમારી કંપની મુખ્યત્વે રિટેઇલ ગ્રાહકો, ફ્રિલાન્સર્સ અને નાની કંપનીઓને સેવા પૂરી પાડે છે, જેમનું ટર્નઓવર 10થી30 કરોડ વચ્ચે હોય.” તેમણે ઉમેર્યું હતું કે, “સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઉભરી રહી છે ત્યારે અમે નવા બિઝનેસિસ તરફથી ટેક્સ કમ્પલાયન્સ અંગે માર્ગદર્શન તથા બીજી નાણાકીય બાબતો માટે સીએ-આઇટી કન્સલ્ટન્ટ્સની માગમાં વધારો જોઇ રહ્યાં છીએ. ફાઇનાન્સ પ્રોફેશ્નલ્સની માગ આગામી વર્ષોમાં વધવાની શક્યતા છે કારણકે ભારતીય અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે અને વધુ બિઝનેસિસ માર્કેટમાં પ્રવેશી રહ્યાં છે.”
સર્ચ ઇનસાઇટ્સ વિશે વાત કરતાં જસ્ટડાયલના વાઇસ પ્રેસિડેન્ટ શ્વેતાંક દિક્ષિતે કહ્યું હતું કે, “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સની માગમાં વધારો આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો તેમજ સતત ઉભરતી નાણાકીય સિસ્ટમ વચ્ચે આગળ વધવા
નિષ્ણાંતના માર્ગદર્શનની જરૂરિયાત પ્રદર્શિત કરે છે.અમે આગામી વર્ષોમાં પણ માગ વધવાની આશા રાખીએ છીએ.” કોવિડ-19 મહામારીને પરિણામે ઘણાં પ્રોફેશ્નલ્સે ફ્રિલાન્સ વર્ક અથવા પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે, જેના પરિણામે માગ વધી છે.
ડિજિટાઇઝેશન વધારવા અને કરચોરી અટકાવવા ઉપર સરકારના ધ્યાનથી બિઝનેસ અને વ્યક્તિઓ માટે પેનલ્ટી ટાળવા નિષ્ણાંતોનું માર્ગદર્શન લેવું આવશ્યક બન્યું છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સની માગ આગામી વર્ષોમાં સતત વધતી રહેશે.
બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટેના પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ. 9,219 કરોડ થયો છે.
૧૬ મેથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ મુસાફરી મોંઘી થશે. હકીકતમાં, એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AERA) એ ૧૬ મે, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીના સમયગાળા માટે UDF દરોમાં વધારાને મંજૂરી આપી છે.
હાલમાં પાકિસ્તાનનું શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું છે. કરાચી શેરબજારમાં 6% થી વધુનો ઘટાડો થયો છે જેના કારણે ત્યાં વેપાર બંધ કરી દેવામાં આવ્યો છે.