અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે.
તા.૩૧/૧૨/૨૦૨૪ને મંગળવારના રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં શ્રી નીલેશભાઈ ચલાળીયા (પૂર્વ જનરલ મેનેજર ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંક લી.), શ્રી મહેશભાઈ સી. પાઠક, શ્રી હિતેનભાઈ આઈ. ભટ્ટ, શ્રી દીપકભાઈ કે. ત્રિવેદી, શ્રી હર્ષ એન. ધ્રાંગધરિયાનાં વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે આ વર્ષનોઆ છેલ્લો અનાજકીટ વિતરણનો કાર્યક્રમ છે. આગામી ૨૦૨૫ નાં વર્ષમાં પણ શ્રી મુકેશભાઈ ઓઝા અને તેમના મિત્ર પરિવાર દ્વારા અનાજકીટ આપવામાં આવશે. શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા,શ્રી શહેનાઝબેન યાસીનભાઈ વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝા પરિવારનો હું અંતરથી આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શ્રી અંકિતાબેન એલ. ચૌહાણે કર્યું હતું.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.