Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી યોજાઈ રીવ્યૂ બેઠક, આપત્તિ દરમિયાન જિલ્લામાં મુશ્કેલી સર્જાય તો જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૮૭૬ ૨૮૫૦૬૩/૬૪) પર સંપર્ક કરવા વહીવટીતંત્રનો અનુરોધ

Gandhinagar June 08, 2023
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને  વરસાદની આગાહીને  અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

ગીર સોમનાથમાં ૧૧ જૂન,૨૦૨૩ સુધી વાવાઝોડા તથા તે દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને ગીર-સોમનાથ જિલ્લામાં પણ વાવાઝોડાથી વરસાદ પડવાની શક્યતા રહેલી હોવાથી કલેક્ટર કચેરી ઈણાજ ખાતે જિલ્લાના તમામ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને સાથે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજાઈ હતી.

જેમા જિલ્લાના વિવિધ વિભાગોએ વાવાઝોડા અને તે દરમ્યાન વરસાદની આગાહી સંદર્ભ કરેલી તૈયારીઓની કલેકટરશ્રીએ વિગતો મેળવી હતી અને ઉમેર્યુ હતુ કે જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો તાત્કાલીક જાણ કરવા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ પર કર્મચારી  સુનિશ્ચિત કરવા તેમજ જિલ્લામાં દરીયા કિનારાથી નજીકના અને નિચાણવાણા તમામ તાલુકાઓના ગામોમાં સંભવીત આગાહી સંદર્ભ સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા તેમજ કોઈ માલ મિલ્કત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલીક સ્થળ તપાસ કરાવી સરકારશ્રીના નિયમોનુસાર કાર્યવાહી કરવી તેમજ અધિકારીશ્રીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપવામાં આવી હતી.

 કલેકટરશ્રીએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર વરસાદ વાવાઝોડાના આગોતરા આયોજન માટે એકબીજા ડીપાર્ટમેન્ટના સંકલનમાં રહીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ રહે તેમ જણાવ્યું હતું.

આ તકે અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અરુણ રોય, કાર્યપાલક ઈજનેર સ્ટેટ શ્રી સુનિલ મકવાણા, પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી કે વી બાટી તેમજ શ્રી જે.એમ.રાવલ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ.કેવાજા તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર-સોમનાથ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સમયે રાખવાની થતી તકેદારી

ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવેલ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડા અને વરસાદ અંગેની આગાહીને અનુલક્ષીને વાવાઝોડા સમયે કઈ કઈ તકેદારી રાખવી અને સ્વબચાવ માટે કેવા પગલા લેવા જોઈએ તે અંગે ગીર સોમનાથ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે

આ સૂચનો અનુસાર વાવાઝોડાની આગાહી માટે રેડિયો, ટી.વી., સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવું તેમજ વહીવટી તંત્રની સૂચના અનુસાર માછીમારોએ દરિયામાં જવું નહી, સલામત સ્થળે બોટ લાંગરવી અને દરિયાકાંઠાના માછીમારો અને અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવુ તદુપરાંત ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી

 જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો તેમજ પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા. આવા સમયે અફવા ફેલાવશો નહિ. શાંત રહો, ગભરાટ કરશો નહિ

વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. અત્યંત અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવું નહિ. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા અને ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું

જ્યારે વાવાઝોડા બાદ સૂચનો મળ્યા પછી જ બહાર નીકળવું અને અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી. વાવાઝોડા બાદ ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા તેમજ કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો. ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહિ અને ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તેમજ ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

વાવાઝોડા અને તે દરમિયાન વરસાદની આગાહીને અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત

આગામી ૧૧ જૂન સુધી શક્યત: વાવાઝોડાની આગાહી છે ત્યારે એ દરમિયાન સંભવિત વરસાદી-કુદરતી આપત્તિ સામે ગીર સોમનાથ કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર  દ્વારા જિલ્લા અને  દરેક તાલુકા મથકે રાઉન્ડ-ધ-કલોક ફલડ કન્ટ્રોલરૂમ કાર્યરત છે.

જેમા વાવાઝોડા દરમિયાન અતિશય પવન તેમજ ભારે વરસાદ કે કોઈ આપત્તિ નિવારવા જેવા પગલા લેવા વિશેષ પ્લાન બનાવાયો છે અને જિલ્લાના દરેક વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવેલ  છે અને કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયા છે.

જેમાં ગીર સોમનાથ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન નં.૦૨૮૭૬-૨૮૫૦૬૪,૦૨૮૭૬-૨૮૫૦૬૩, મામલતદાર કચેરી વેરાવળ તાલુકા કક્ષાનાં કન્ટ્રોલરૂમ નંબર ૦૨૮૭૬-૨૪૪૨૯૯, મામલતદાર કચેરી તાલાળા ૦૨૮૭૭-૨૨૨૨૨૨, મામલતદાર કચેરી સુત્રાપાડા-૦૨૮૭૬-૨૬૩૩૭૧, મામલતદાર કચેરી કોડીનાર-૦૨૭૯૫-૨૨૧૨૪૪, મામલતદાર કચેરી ઉના-૦૨૮૭૫-૨૨૨૦૩૯, મામલતદાર કચેરી ગીરગઢડા-૦૨૮૭૫-૨૪૩૧૦૦ આપત્તિ નિવારણ માટે જિલ્લા અને તાલુકા સ્તરે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને  રાઉન્ડ ધ કલોક સ્ટાફની નિમણૂક કરાઈ છે આપત્તિ સમયે તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યરત કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકાશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

કાજોલે ગ્લેમરસ ઓરેન્જ સાડીમાં નવરાત્રીનો પ્રથમ દિવસ ઉજવ્યો
કાજોલે ગ્લેમરસ ઓરેન્જ સાડીમાં નવરાત્રીનો પ્રથમ દિવસ ઉજવ્યો
October 16, 2023

કાજોલે ગ્લેમરસ ઓરેન્જ સાડીમાં નવરાત્રીનો પ્રથમ દિવસ ઉજવ્યો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express