Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ

ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ

આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

Ahmedabad February 03, 2026
ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ

ઈન્ચાર્જ જિલ્લા કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ

રાજપીપલા : આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઈન્ચાર્જ
જિલ્લા કલેકટર શ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ઈન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી આર.વી.વાળાની ઉપસ્થિતિમાં યોજાયેલ સંપૂર્ણતા અભિયાન ૨.૦
કાર્યક્રમ અંગે સીડીએચઓશ્રી જનકકુમાર માઢકએ સંપૂર્ણતા અભિયાન ૧.૦ દરમિયાનની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં છ સૂચકો પર ધ્યાન કેન્દ્રિત કરતા આરોગ્યમાં માતૃત્વ સંભાળ નોંધણી, બાળકોનું રસીકરણ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન સ્ક્રીનિંગમાં નોંધપાત્ર વધારો થયા અંગે કામગીરીની માહિતી આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા આયોજન અધિકારીશ્રી ઇશ્વરભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સંપુર્ણતા અભિયાન ૧.૦ ની સફળતાને આગળ વધારવા માટે સંપુર્ણતા અભિયાન ૨.૦ નો કાર્યક્રમ તા. ૨૮
જાન્યુઆરીથી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાનની કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (ADP) ૨૦૧૮ માં શરૂ થયો હતો, જેમાં દેશના ૧૧૨ પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો હેતુથી આ સફળતાને આધારે ૫૧૩ તાલુકાઓ માટે અસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ (ABP) શરૂ કરવામાં આવ્યો, જે પૈકી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા અસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP) પસંદ કરાયો છે. જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ,
પાણી, નાણાકીય સમાવેશ અને આધુનિક સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સચોટ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે, સૌથી પછાત વિસ્તારોમાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બ્લોક સ્તરે ક્ષમતા વિકસે અને સ્પર્ધાત્મક ભાવનાથી કાર્યક્ષમતા વધે.

આ કાર્યક્રમ દરમિયાન નીતિ આયોગ તરફથી તૈયાર કરેલ શોર્ટ ફિલ્મને ઉપસ્થિત સૌએ નિહાળી હતી. તેમજ સંપૂર્ણતા અભિયાનને સફળ બનાવવા અંગેની સૌએ શપથ લીધી હતી.
આ કાર્યક્રમમાં નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પિનાકીની ભગોરા, મુખ્ય આયોજન અધિકારીશ્રી ઇશ્વરભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સંબંધિત અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ઇલેક્ટ્રિક ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે; તેનો ઉપયોગ કરતા પહેલા આ સાવચેતીઓ લો
ઇલેક્ટ્રિક ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે; તેનો ઉપયોગ કરતા પહેલા આ સાવચેતીઓ લો
October 18, 2025

Water heater geyser safety tips: શિયાળામાં ઇલેક્ટ્રિક ગીઝર અથવા વોટર હીટરનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ગીઝર સાથેની કોઈપણ સમસ્યા નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express