Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ

સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 જાન્યુઆરી 2026થી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગગનભેદી શંખનાદ અને ડમરુના નાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો.

Bhongir January 08, 2026
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ

સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ

સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે તા.૮ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગૂંજારવ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની  'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ કરાવ્યો હતો.

સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ... 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે ૨૫૦૦ જેટલા ઋષિ કુમારો દ્વારા ૭૨ કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે. જેના પ્રથમ સત્ર નો ભવ્ય પ્રારંભ થયો હતો .આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું.

પવિત્ર અગ્નિની સાક્ષીએ શંખનાદ, ડમરુના નાદ અને ઋષિ કુમારો દ્વારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદ થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભર્યું બન્યું હતું. ઋષિકુમારો સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા હતા. મંત્રીશ્રીઓએ પણ પ્રતિકરુપ શંખ વગાડી ઋષિ કુમારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.  કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવત, મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ,મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સહિત મહાનુભાવો પણ ઋષિ કુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

આ છે દુનિયાનો સૌથી મોટો પગવાળો માણસ, પહેરે છે 22 નંબરના શૂઝ
આ છે દુનિયાનો સૌથી મોટો પગવાળો માણસ, પહેરે છે 22 નંબરના શૂઝ
March 27, 2023

અમેરિકામાં રહેતા 14 વર્ષના બાળકની લંબાઈ પુખ્ત વ્યક્તિની સામાન્ય લંબાઈ કરતાં વધી ગઈ છે. આટલું જ નહીં, તેના પગ એટલા વિશાળ થઈ ગયા છે કે તેને તેના કદના જૂતા ક્યાંય મળતા નથી. આ કારણે માત્ર તે જ નહીં પરંતુ તેનો આખો પરિવાર પરેશાન છે.
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express