“મેરી માટી, મેરા દેશ" અંતર્ગત 'શિલાફલકમ'માં ચિત્રકામ થકી વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગીર સોમનાથના દિવ્યાંગ ચિત્રકાર
દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા ગીર સોમનાથ જિલ્લામાં પણ 'મેરી માટી, મેરા દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની સાથે સાથે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) દ્વારા માતૃભૂમિ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે. આ જ રીતે “મેરી માટી, મેરા દેશ" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડા ગામના દિવ્યાંગ ચિત્રકાર વનેચંદભાઈ પણ શિલાફલકમની કામગીરીમાં હોંશપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા ગીર સોમનાથ જિલ્લામાં પણ 'મેરી માટી, મેરા દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની સાથે સાથે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) દ્વારા માતૃભૂમિ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે. આ જ રીતે “મેરી માટી, મેરા દેશ" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડા ગામના દિવ્યાંગ ચિત્રકાર વનેચંદભાઈ પણ શિલાફલકમની કામગીરીમાં હોંશપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
'મેરી માટી મેરા દેશ' અંતર્ગત દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવનાર છે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં શિલાફલકમનું કામ પૂર જોશમાં કાર્યરત છે. જેમાં ગ્રેનાઇટ, કોંક્રિટ, પથ્થર વગેરેના ઉપયોગ કરી શિલા તૈયાર કરવામાં આવી રહી છે.“મેરી માટી, મેરા દેશ" અભિયાન અંતર્ગત દિવ્યાંગ ચિત્રકાર શિયાળ વનેચંદભાઈએ ઊના તાલુકાના માણેકપુર, સનખડા વગેરે ગામમાં શિલાફલકમમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" તેમજ વડાપ્રધાનશ્રીના સંદેશા 'માતૃભૂમિ માટે રોજ રોજ સમયની દરેક ક્ષણ અને જીવનની પ્રત્યેક કણ જીવવું તે જ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે' સહિત સંદેશાઓનું ચિત્રકામ કર્યુ છે.
નાનપણમાં જ એક ગોઝારા અકસ્માતમાં પોતાના બન્ને કાંડા ગૂમાવી ચૂકેલા પણ ક્યારેય હિંમત ન હારેલા ખત્રીવાડા ગામના શિયાળ વનેચંદભાઈ ધીરૂભાઈએ અભ્યાસમાં બીસીએ પૂરું કરેલું છે અને સાથે જ તેમને ચિત્રકળાનો શોખ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની માતૃભૂમિની માટી અને વીર જવાનો પ્રત્યે મને આદર છે. આ અભિયાનનો ભાગ બની મને મારી ચિત્રકળાના માધ્યમથી પરોક્ષ રીતે દેશસેવા કરવાની ખુશી મળી છે. હું મારી આ કલાના માધ્યમ ચિત્રકામ થકી મા ભોમની રક્ષા કાજે શહિદી વહોરનાર સપૂતોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ દિવ્યાંગલક્ષી યોજના થકી દિવ્યાંગજનોને સન્માન આપવાનું કાર્ય કર્યું છે. નોંધનીય છેકે, વનેચંદભાઈ સ્માર્ટ આંગણવાડીમાં પણ બાળકો માટેના રંગબેરંગી ચિત્ર દોરી પોતાની કલા દર્શાવી ચૂક્યા છે.
ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર વનેચંદભાઈનો વીડિયો શેર કરીને "મેરી માટી મેરા દેશ"માં આ દિવ્યાંગ ચિત્રકારની ઉત્સાહભેર કામગીરીને બીરદાવી હતી. નોંધનીય છે કે વહીવટી તંત્ર દ્વારા પણ "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તારીખ ૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે, ૧૬ થી ૨૦ ઓગસ્ટ સુધી તાલુકા કક્ષાએ તથા ૩૦ ઓગસ્ટે કર્તવ્યપથ દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે. ગીર સોમનાથવાસીઓ પણ આ કેમ્પેઈનમાં વધુને વધુ જનભાગીદારી નોંધાવે એમ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ લોકોને અપીલ કરી છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."