ખારોલ ગામે વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી રહિશોના મકાનોમાં ઘૂસી ગયા
લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાં વરસાદી પાણીના નિકાલના અભાવે વોર્ડ નંબર છના રહીશોના ઘરોમાં પાણી ભરાયા હતા.
જગદીશ ત્રિવેદી, ખારોલ: સતત વરસી રહેલા વરસાદના પગલે લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાં વોર્ડ નંબર છ ના ફળિયાના રહીશોના મકાનોમાં પાણી ભરાઈ જતા રહીશોને તેમજ વયોવૃધ્ધો ને પારાવાર હાલાકી પડી રહેલી જણાઈ આવી હતી વરસતા વરસાદમાં મકાનોમાં ભરાઈ ગયેલા પાણીને વેચવા માટે દિવસ બનવું પડ્યું હતું. રહીશોના આખા મકાનમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું તેમજ સ**** બાથરૂમમાં પણ પાણી છલોછલ ભરાઈ જવા પામતા પારાવાર હાલાકી વેઠવી પડી હતી. ગત ચોમાસામાં પણ સુથાર પડ્યાના રહસ્યોના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામતા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મકાનો પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ દર ચોમાસામાં ઊભી થવા પામે છે અને દર ચોમાસે વોર્ડ નંબર છ ના રહીશોને આવી પારાવાર હાલાકી વેઠીને નુકસાન સહન કરવાનો વારો આવે છે ત્યારે સ્થાનિક તંત્રના સત્તાધીશો અને તાલુકા પંચાયતના સત્તાધીશો ઘોર નિંદ્રામાં પડી રહેલા જણાય છે.
વોર્ડ નંબર છ વિશ્વકર્મા મંદિર ફળિયામાં વારંવાર આવી રીતે ભરાતા પાણીના યોગ્ય નિકાલ માટે તંત્રના સત્તાધીશોની, સ્થાનિક ગ્રામ પંચાયતને અને તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આવી ગંભીર દેખાતી રજૂઆતો સત્તાધિશોના બહેરા કાને અથડાવા પામી નથી પરિણામે તેનો ભોગ વોર્ડ નંબર 6 વિશ્વકર્મા ફળિયાનારહીશો બની રહેલા જણાય છે વોર્ડ નંબર છ વિશ્વકર્મા મંદિર વાળા ફળિયામાં પાછળના ભાગેથી યુદ્ધના ધોરણે પ્રસ્તાવના દબાણ દૂર કરાવીને રસ્તાની કામગીરી કે ગટરની કામગીરી મકાનોના લેવલથી નીચેના સ્તર પર કરવામાં આવે તો આ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે પરંતુ આવી કામગીરી કરવામાં તંત્રના સત્તાધીશોને કોઈ રસ દેખાતો નથી.
તાજેતરમાં પડેલા સતત વરસાદના કારણે આ ફળિયાના રહીશોના મકાનોમાં ભરાઈ ગયેલા પાણીના નિકાલ માટે સ્થાનિક સત્તાધીશો અને સરપંચ દ્વારા વરસતા વરસાદની અંદર જીસીબી લાવીને તેમજ મકાનોમાં મશીનો મૂકીને પાણી ઉંચવાની કામગીરી ધાબળ તો હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજી બાજુ ખારોલ ગામે વોર્ડ નંબર 6 વિશ્વકર્મા મંદિર ફળિયાના રહીશોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેની જાણકારી લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીને મકાનોમાં ભરાઈ ગયેલા પાણી અને તે પાણીને મશીન દ્વારા વેચવામાં આવતા હોવાના ફોટોગ્રાફ સહિત મોકલી આપીને આ બાબતે સ્થળ તપાસ કરવા માટે પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તાલુકા વિકાસ અધિકારીને પણ કદાચ આ બાબતે કોઈ રસ જણાતો લાગતો ન હતો પરિણામે આ ફળિયાના રહીશો મકાનોમાં ભરાયેલા ઢીંચણ સમા પાણી ત્રણ-ત્રણ દિવસ સુધી ઉલેસતા રહ્યા અને હાલાકી વેઠતા રહ્યા.
આ બાબતે અગાઉ પણ જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતમાં વોર્ડ નંબર છ ના વિશ્વકર્મા મંદિર ફળિયાના પાછળના ભાગના રસ્તાની સાફ-સફાઈ કરાવી ને પાણીના યોગ્ય નિકાલ થાય તે માટે લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે અને લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી ને પણ આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ બાબતે કોઈ ગંભીરતાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે તંત્રના લાગતા વળગતા સત્તાધીશો દ્વારા ખારોલ ગામના વોર્ડ નંબર 6 વિશ્વકર્મા મંદિર વાળા ફળિયામાં દર ચોમાસે મકાનોમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરી તેવી માગણી જણાઈ રહી છે.
પ્રસ્તુત તસવીરમાં ખારોલ ગામે રહીશોના મકાનોમાં ભરાઈ ગયેલા પાણી અને મશીન દ્વારા વેચવામાં આવી રહેલા પાણીની તસવીર નજરે પડે છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."