Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP

Surendranagar December 25, 2025
સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઇડીની અલગ અલગ 8થી વધુ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. તેમજ સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગત દિવસોમાં અમારા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર સહિત અનેક જગ્યાએ ઈડીની રેડ પડી છે. આ ઇડીની રેડમાં 1500 કરોડનું સોલાર કંપનીઓ સાથેનું સાઠ-ગાંઠનું કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં 70 લાખ જેટલા ડેપ્યુટી મામલતદાર પાસેથી નીકળ્યા છે.

મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે. હજુ પણ મોટી વાત બહાર આવે તેવી શક્યતા છે. પરંતુ હકીકત એ છે કે સોલારની મસમોટી કંપનીઓ પર ભારતીય જનતા પાર્ટીની અને એમના આકાઓની મીઠી નજર હોય, આ કંપનીઓને ઇન્ડસ્ટ્રીલાઈઝેશન માટે ખેડૂતોની જમીન હોય, જેમ કે તલસાણા ગામની જમીન છે, સરપંચે લખીને આપ્યું છે કે આ જમીન તમે NA કરવા માટે આપી દો, આ જમીન ગૌચર દબાવે છે, આ જમીન રોડ રસ્તાઓ દબાવે છે, આ જમીન ખરાબા દબાવે છે, આમ છતાં પણ તેને NA કરી ખેડૂતોને હાલાકી પડે તેમને અન્યાય થાય છતાં આ સરકાર જોતી નથી. આ સરકારને ઉપરથી સૂચના આવે અને પરિપત્ર આવે એટલે લગભગ અધિકારીઓ, જેમાં સારા અધિકારીઓ પણ છે, પરંતુ “પાપા બિસ્કીટ લાવ્યા અને આ આપણે શું લેવાનું છે તે લઈ લેવાનું છે”, તેમ કરીને આઉટ રાઇટ ફેવર કરે છે. આ ફેવરમાં નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો પણ કરે છે.

AAP પ્રવક્તા વિક્રમ દવેએ વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત વાત એ છે કે 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમમાં એટલો બધો સડો છે અને ઉપરથી આકાઓ સુચના આપે છે. દુઃખની વાત એ છે કે હવે આઈએએસ અધિકારીઓ લિમિટ ક્રોસ કરી ગયા છે અને તેમની મૂળભૂત પદ્ધતિ ચૂકી રહ્યા છે. ત્યારે ઇડીએ દરોડા પાડ્યા છે. આમ આદમી પાર્ટીએ દુઃખ સાથે કહેવું પડે છે. અમે વિપક્ષમાં બેઠા છીએ એટલે મૂળભૂત રીતે લોકશાહીમાં વિરુદ્ધ કરવાનું અમારું કામ છે. જ્યારે આજની તારીખે નીચેથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઇ પકડ રહી નથી. તંત્રમાં તેમની વાત સાંભળવા તૈયાર નથી, એમાં પણ અધિકારી રાજ, કારણ કે નોન એગ્રીકલ્ચર કરવામાં અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે NA કરવા માટે ચૂંટાયેલ પ્રતિનિધિ જિલ્લા પંચાયતની કારોબારી પણ બેસતી હતી.

હાલની આ સરકારે એવા તબદીલ લાવ્યા છે કે જિલ્લા પંચાયત કે એક પણ અધિકારીને કોઈ અધિકાર જ નથી, સીધા પાવર જિલ્લા કલેકટરને આપી દીધો છે એટલે સ્વાભાવિક છે કે જિલ્લા કલેકટર આઉટ ઓફ ધ વે જઈને ફેવર કરી, ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો લાભ લેતા હોય છે. મૂળભૂત વાત છે કે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષની સરકાર જોહુકમી ચલાવી રહી છે અને ધીમે ધીમે સિસ્ટમેટીક રીતે ત્યાં ફંડિંગ પહોંચી જાય ત્યાં સુધી તેવા તાતણાઓ છે, તેવા સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે આમાં હવે આઇએએસ અધિકારીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આ 1500 કરોડનાં કૌભાંડ સિવાય અગાઉ આવેલા અધિકારીઓએ જે યોગ્ય ન હોય તેવી જગ્યાને NAની પરમિશન આપી દીધી છે, જમીનો ફાળવી છે, આ સરકાર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓને છેવટે લાભ મળે તે માટે એક મોડસ ઓપરેન્ડી  બની ગઈ છે. ખૂબ દુઃખની વાત છે કે આટલું મોટું કૌભાંડ સુરેન્દ્રનગરમાં થયું છે. અમે તો બોલીશું કારણ કે ગુજરાતની જમીનો તમે આ રીતે ફાળવી દો અને કૌભાંડો કરવાનો તમારો અધિકાર નથી. મૂળભૂત દોષી હોય તો આ સરકારે નવા નવા પરિપત્રો અને નવા નવા નિયમો કાઢ્યા છે તે છે. જેમાં લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે. આથી આ કૌભાંડો માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
new delhi
March 18, 2026

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Braking News

કાશ્મીર ખીણમાં ફરી હિમવર્ષા, ઘણા વિસ્તારોમાં વાહનોની અવરજવર થંભી ગઈ
કાશ્મીર ખીણમાં ફરી હિમવર્ષા, ઘણા વિસ્તારોમાં વાહનોની અવરજવર થંભી ગઈ
October 17, 2023

કાશ્મીર ખીણમાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં ફરી હિમવર્ષા થઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express