સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સર્જન સ્પર્ધા યોજાઈ
ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે “સપ્તધારાની સર્જનાત્મક ધારા” અંતર્ગત ‘ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સર્જન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે “સપ્તધારાની સર્જનાત્મક ધારા” અંતર્ગત ‘ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સર્જન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં સેમેસ્ટર ૦૧ અને ૦૩ના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ત્રણ ગૃપ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ચીજવસ્તુઓ જેવી કે માટી અને સમાચારપત્રોનો ઉપયોગ કરીને સુંદર ગણેશજીની મૂર્તિનું સર્જન કર્યું હતું. આ પ્રયોગ દ્વારા પર્યાવરણપ્રેમી તહેવાર ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્પર્ધાના કો-ઓર્ડિનેટર તરીકે કૉલેજના આચાર્યશ્રી ડૉ.પદ્માબેન તડવી અને કન્વીનર પ્રા. ડૉ.જલ્પાબહેન પટેલે જવાબદારી નિભાવી હતી. કૉલેજનો સમગ્ર સ્ટાફ પણ સ્પર્ધાની સફળતા માટે સહભાગી બન્યો હતો. તમામ સ્પર્ધકોના શ્રેષ્ઠ પ્રદર્શન વચ્ચે અંતે બે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્યાશ્રી ડૉ. પદ્માબેન તડવીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.