Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એમક્યોર ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

એમક્યોર ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે મંગળવારે કહ્યું હતું કે તેણે જાહેર ભરણા માટે પ્રારંભિક શેર-સેલ ઓફરના એક દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે.

Mumbai July 03, 2024
એમક્યોર ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

એમક્યોર ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

એન્કર બુકમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એસબીઆઇ એમએફ, નિપ્પોન ઇન્ડિયા એમએફ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગોલ્ડમેન સૅશ એસેટ મેનેજમેન્ટ, નોમુરા, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે.
 
ફાર્મા કંપનીએ 48 ફંડ્સને પ્રતિશેર રૂ. 1,008ની કિંમતે 57.8 લાખ ઇક્વિટી શેર્સ ફાળવવાનો નિર્ણય કર્યો છે, જે સાથે ટ્રાન્ઝેક્શનનું કુલ કદ રૂ. 582.6 કરોડ થવા પામે છે, તેમ બીએસઇની વેબસાઇટ ઉપર એક પરિપત્રમાં જણાવાયું હતું. આ ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 960થી રૂ. 1,008 છે અને જાહેર સબસ્ક્રિપ્શન 3 જુલાઇના રોજ ખૂલીને 5 જુલાઇએ બંધ થશે. આઇપીઓમાં રૂ. 800 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર અને વર્તમાન શેરધારકો દ્વારા અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 1.14 કરોડ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે, જેની કુલ રકમ રૂ. 1,152 કરોડ થવા પામે છે. આ જાહેર ભરણાનું કુલ કદ રૂ. 1,952 કરોડ છે.
 
ઓએફએસમાં શેર્સનું વેચાણ કરનારમાં પ્રમોટર સતિષ મહેતા અને ઇન્વેસ્ટર બીસી ઇન્વેસ્ટમેન્ટ્સ IV લિમિટેડ સામેલ છે, જે યુએસ-સ્થિત અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી બેઇન કેપિટલ સાથે સંકળાયેલું છે.
 
હાલમાં સતિષ મહેતા કંપનીમાં 41.85 ટકા હિસ્સો ધરાવે છે અને બીસી ઇન્વેસ્ટમેન્ટ્સનો 13.07 ટકા હિસ્સો છે. પ્રસ્તાવિત ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ દેવાની પુનઃચૂકવણી અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. બ્રોકરેજ હાઉસિસે ઇશ્યૂ બાદ કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પૂણે-સ્થિત એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ ઘણાં મહત્વપૂર્ણ ચિકિત્સાક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીના વિકાસ, ઉત્પાદન અને વૈશ્વિક માર્કેટિંગમાં કાર્યરત છે. 
 
આઇપીઓમાં કર્મચારીઓ માટે 108,900 ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે. આ ઉપરાંત ઇશ્યૂનો અડધો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ક્યુઆઇબી), 35 ટકા રિટેઇલ રોકાણકારો અને બાકીના 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.
તે ઉપરાંત રોકાણકારો લઘુત્તમ 14 શેર્સ અને ત્યારબાદ 14 શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરિઝ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ અને જેપી મોર્ગન ઇન્ડિયા ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે. કંપનીના ઇક્વિટી શેર્સ 10 જુલાઇના રોજ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની આશા છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ પ્રારંભિક શેર વેચાણ માટે સેબીની મંજૂરી મેળવી હતી.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

રાષ્ટ્રપતિ, PM મોદી અને રાહુલ ગાંધીએ 'વાલ્મીકિ જયંતિ' પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ, PM મોદી અને રાહુલ ગાંધીએ 'વાલ્મીકિ જયંતિ' પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
October 17, 2024

આજે, વાલ્મીકિ જયંતિ નિમિત્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વિવિધ નેતાઓએ રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં ભગવાન વાલ્મિકી મંદિરની મુલાકાત લીધી, પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express