રાજપીપલા ખાતે આયોજિત ‘ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0’ માં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ ના થીમ અંતર્ગત ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડક રન 4.0 માં ડીએલએસએસ સ્કુલ, ઇન્સ્કુલ, વ્યાયામ વિદ્યાલય સહિત શાળા કોલેજના ૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રાજપીપલા : નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ ના થીમ અંતર્ગત ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડક રન 4.0 માં ડીએલએસએસ સ્કુલ, ઇન્સ્કુલ, વ્યાયામ વિદ્યાલય સહિત શાળા કોલેજના ૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, રમતક્ષેત્રે પોતાને સતત શ્રેષ્ઠ સાબિત કરવા માટે તંદુરસ્તી ખુબ જરૂરી છે, આ તંદુરસ્તી સ્વચ્છતા સાથે પણ સંકળાયેલી છે. દૈનિક ધોરણે પોતાના શરીરને ફીટ રાખવા માટે રનિંગ, સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ ખુબ જરૂરી છે. નર્મદા જિલ્લાના યુવાનો રમત- ગમત ક્ષેત્રે અગ્રેસર બને તે માટેના વાતાવરણનું નિર્માણ કરીને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત કોચ, ટ્રેનર્સના પ્રયાસો પ્રશંસાપાત્ર છે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના તાબા હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી અને શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા બાળકોને સતત પ્રોત્સાહિત કરીને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી આ ઝુંબેશને નર્મદા જિલ્લામાં સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સાથે પ્રજાની પણ ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી રહી છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ધારાસભ્યશ્રીએ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.