Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો

શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો

રાપર MLA પુત્રની ટિપ્પણી પર AAPના કરન બારોટે ભાજપ પર હુમલો કર્યો. 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત – ખેડૂતો-બહેન દીકરીઓનો અવાજ બુલંદ થશે.

Ahmedabad December 06, 2025
શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો

શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો

અમદાવાદ/કચ્છ/ગુજરાત : ભાજપના રાપરના ધારાસભ્યના પુત્ર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેની સામે વળતો પ્રહાર કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ ખેડૂતોનો સહારો તો બની શકતા નથી પરંતુ બહેન – દિકરીઓનું અપમાન કરી રહ્યા છે. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીનાં એક સાંસદ સભ્ય દ્વારા ગુજરાતની બહેન  - દિકરીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. આજે ફરીથી ભાજપનાં રાપરનાં ધારાસભ્યનાં પુત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ખેડૂતો થોડા રૂપિયાની સહાય માટે બહેનો – દિકરીઓને આગળ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યને કહેવું છે કે તમને શરમ આવવી જોઇએ, તમે ખેડૂતોની વ્હારે તો નથી આવી શક્યા, મૂલ્ય નથી અપાવી શક્યા,આમ છતાં તમે ગુજરાતની બહેન દિકરીઓનું અપમાન કરી રહ્યા છે. તમારાથી એક શેકેલો પાપડ પણ તૂટતો નથી, તમે નબળા છો, અસમર્થ છો, જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે તમે ભાગી જાવ છો. તમે ખેડૂતોનાં સહારે ન આવી શક્યા ત્યારે બહેન-દિકરીઓએ આગળ આવી ખેડૂતોનાં હક માટે લડવું પડે છે. ખેડૂતોને જ્યારે ઘરમાં ઘૂસી ઘૂસીને મારવામાં આવ્યા ત્યારે પોતાના પરિવારનાં રક્ષણ માટે બહેન – દિકરીઓને આગળ આવવું પડશે તો એક વખત નહીં હજાર વખત આવશે અને આમ આદમી પાર્ટી એમને સમર્થન કરશે. 

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ખૂણે ખૂણે ડ્રગ્સ અને દારૂનું સેવન થઇ રહ્યું છે. યુવાધન ડ્રગ્સનાં રવાડે ચડી રહ્યો છે ત્યારે જો ભાજપનાં ધારાસભ્ય મૌનીબાબા થઇને બેઠા હોય, કંઇ બોલી ન શકતા હોય તો બહેન -દિકરીઓએ આગળ આવીને ગુજરાતની રક્ષા કરવી પડશે તો આજીવન કરશે. શિક્ષકો અને ખેડૂતોને આત્યહત્યા કરવી પડે ત્યારે પરિવારનાં રક્ષણ માટે બહેન -દિકરીઓએ આજીવન લડશે અને આમ આદમી પાર્ટી તેને હર હંમેશ આપતી રહી છે અને આપશે. ખેડૂતોને સહાય આપવાની વાત આવી ત્યારે ખેતીવાડી અધિકારીઓ કડદો કરી રહ્યા છે. ખેડૂતોને વળતર ઓછું મળે તેવા તમામ હથકંડા ભારતીય જનતા પાર્ટીનાં રાજમાં થયા છે. 

આમ આદમી પાર્ટીનાં કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઇ કરપડા, પ્રવીણભાઇ રામ,રાજુભાઇ બોરખતરીયા, પિયૂષભાઇ પરમાર તમામ લોકો ખેડૂતો માટે લડ્યાં. ત્યારે આ તમામ લોકો જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો મુદ્દો ઉપાડ્યો છે તેના અંતર્ગત આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ સુદામડા ખાસે કિસાન મહાપંચાયત કરી. ત્યારબાદ ખંભાળિયા,ગીર સોમનાથ, તાપી, આણંદ, બનાસકાંઠા, આ તમામ જગ્યા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું.આ અવાજને વધુ બુલંદ બનાવવા અને ખેડૂતોનાં ન્યાય માટે લડવા માટે હવે સાત ડિસેમ્બરે અમરેલી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં સરકારની બહેન-દિકરીઓ પ્રત્યેની માનસિકતા છતી કરવાનું કામ અને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. તારીખ 7 ડિસેમ્બરનાં રોજ અમરેલી ખાતે બપોરે ૩ વાગ્યે કિસાન મહાપંચાયતમાં તમામ મિત્રોને હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

નવાઝુદ્દીને મનોજ બાજપેયીની ફ્લોપ ફિલ્મમાં 2500 રૂપિયામાં કામ કર્યું હતું, આજે તેને કલ્ટ ફિલ્મ કહેવામાં આવે છે
નવાઝુદ્દીને મનોજ બાજપેયીની ફ્લોપ ફિલ્મમાં 2500 રૂપિયામાં કામ કર્યું હતું, આજે તેને કલ્ટ ફિલ્મ કહેવામાં આવે છે
November 05, 2024

મનોજ બાજપેયીની એક ફિલ્મ 25 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. 1999માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતો. તે સમયે આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ આજે તેને કલ્ટ સિનેમાનો દરજ્જો મળ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express