માત્ર "મ્યુઝિક માટે" બનાવેલા સોનીના નવીનતમ WF-1000XM5 ટ્રુલી વાયરલેસ ઇયરબડ્સ સાથે શ્રેષ્ઠ નોઈઝ કેન્સલિંગ[i]નો અનુભવ કરો
સોનીના WF-1000XM5 ખરા અર્થમાં વાયરલેસ ઇયરબડ્સના અનાવરણ સાથે શ્રેષ્ઠતાના નવા સ્તરનો અનુભવ કરો જેની આજે જ જાહેરાત કરવામાં આવી છે. વખાણાયેલી 1000X સિરીઝનું પ્રતિનિધિત્વ કરતું આ અદ્યતન મોડલ સંપૂર્ણતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે, અપ્રતિમ નોઈઝ કેન્સલેશન, એલિવેટેડ ઇમર્સિવ સાઉન્ડ અનુભવ અને સોનીની અત્યાર સુધીની સૌથી અસાધારણ કોલ ગુણવત્તા પ્રદાન કરે છે.
નવી દિલ્હી : સોનીના WF-1000XM5 ખરા અર્થમાં વાયરલેસ ઇયરબડ્સના અનાવરણ સાથે શ્રેષ્ઠતાના નવા સ્તરનો અનુભવ કરો જેની આજે જ જાહેરાત કરવામાં આવી છે. વખાણાયેલી 1000X સિરીઝનું પ્રતિનિધિત્વ કરતું આ અદ્યતન મોડલ સંપૂર્ણતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે, અપ્રતિમ નોઈઝ કેન્સલેશન, એલિવેટેડ ઇમર્સિવ સાઉન્ડ અનુભવ અને સોનીની અત્યાર સુધીની સૌથી અસાધારણ કોલ ગુણવત્તા પ્રદાન કરે છે. તમારા સંગીતમાં તમારી જાતને લીન કરી દો, કારણ કે WF-1000XM5 તમારી અને તમારી ધૂન વચ્ચે એક સીમલેસ કનેક્શન બનાવે છે.
આ લોંચ વિશે સોની ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ નાયરે જણાવ્યું હતું કે “WF-1000XM5 એ ઇયરબડ્સના ખ્યાલને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે અમારા ઇયરબડ્સમાં એવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે જે સાંભળારાઓને ઉચ્ચ ઇમર્સિવ સાઉન્ડ અનુભવ પ્રદાન કરે છે. તેના એક્ટિવ નોઈઝ કેન્સલિંગ ફીચર્સ અને હાઈ રિસોલ્યુશન ઓડિઓ અને અદ્ભુત સાઉન્ડ ક્વોલિટી જેવી બધી સુવિધાઓ પ્રમાણમાં સક્ષમ કિંમતે ઉપલબ્ધ છે જે એક યોગ્ય પસંદગી છે તથા ઓડિયોની દુનિયામાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરે છે. આ ઇયરબડ્સ સાથે, અમે વૈશ્વિક અને ભારતમાં ખરેખર વાયરલેસ ઇયરબડ્સ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ઇયરબડ્સ ઉત્પાદકોમાંના એક તરીકે અમારી સ્થિતિ પર ઊભા રહેવાનું લક્ષ્ય રાખીએ છીએ."
WF-1000XM5 ઇયરબડ્સ વિક્ષેપ-મુક્ત સંગીત સાંભળવા અને સ્પષ્ટતા માટેના માપદંડોને ઉચ્ચ બનાવે છે. સંગીતમાં સોનીની નિપુણતા સાથે, તમે વિશ્વાસ કરી શકો છો કે તમને ઉત્તમ સંગીતનો અનુભવ મળી રહ્યો છે. WF-1000XM5 પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી અને બજારમાં શ્રેષ્ઠ નોઈઝ-કેન્સલિંગ પર્ફોર્મન્સ1 પ્રદાન કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. રીઅલ-ટાઇમ ઓડિયો પ્રોસેસર્સ અને હાઈ-પર્ફોર્મન્સ માઇક્સ ખાસ ડિઝાઇન કરેલ ડ્રાઇવર યુનિટ ડાયનેમિક ડ્રાઇવર Xને વાઈડ ફ્રિકવન્સી રિપ્રોડક્શન, ડીપ બાસ અને સ્પષ્ટ અવાજ માટે તાકાત પૂરી પાડે છે. તેઓ તમને ખૂબ જ સારા અવાજમાં મગ્ન થઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તમને એવું લાગશે કે તમે તમારા મનપસંદ કલાકારો સાથે સ્ટુડિયોમાં છો.
WF-1000XM5 હવે દરેક ઇયરબડ પર ત્રણ માઇક્રોફોન ધરાવે છે, જેમાં ડ્યુઅલ ફીડબેક માઇક્સનો સમાવેશ થાય છે, જે લો-ફ્રિકવન્સી કેન્સલિંગ પર્ફોર્મન્સમાં સુધારો કરે છે. નોઈઝ કેન્સલિંગમાં સોનીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું છે, જેના પરિણામે એમ્બિયન્ટ સાઉન્ડ વધુ સચોટ રીતે કેપ્ચર થાય છે. સોની દ્વારા નવું વિકસિત ઇન્ટિગ્રેટેડ પ્રોસેસર V2 HD નોઈઝ કેન્સલિંગ પ્રોસેસર QN2eની સંભવિતતાને અનલોક કરે છે. ટેક્નોલોજીનું અનોખું સંયોજન અભૂતપૂર્વ નોઈઝ કેન્સલિંગ ક્વોલિટી પ્રદાન કરવા માટે છ માઇક્રોફોન્સને નિયંત્રિત કરે છે, જે તમારા માહોલ માટે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ પ્રદાન કરવા માટે અનુકૂળ થઈ શકે છે. નવા ડાયનેમિક ડ્રાઈવર Xના લીધે WF-1000XM5 પર લો ફ્રિક્વન્સીઝનું પુનઃઉત્પાદન કરવાની ક્ષમતામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોઈઝ આઈસોલેશન ઈયરબડ ટીપ્સમાં એક અનન્ય પોલીયુરેથીન ફોમ મટિરિયલ છે જે હાઈ ફ્રિકવન્સી રેન્જમાં ઘોંઘાટ ઘટાડે છે.
સોનીના નવા વિકસાવેલા એચડી નોઈઝ કેન્સલિંગ પ્રોસેસર QN2e અને ઈન્ટિગ્રેટેડ પ્રોસેસર V2 ને જોડીને, WF-1000XM5 પ્રિસિઝન 24-બીટ ઓડિયો પ્રોસેસિંગ અને હાઈ-પર્ફોર્મન્સ એનાલોગ એમ્પ્લીફિકેશનને સમાવિષ્ટ કરે છે જેના પગલે લો ડિસ્ટોર્શન અને ક્રિસ્ટલ ક્રિલયર ઓડિયો મળે છે. પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી એ WF-1000XM5ની ડિઝાઇનનું હાર્દ છે. રિયલ ટાઈમમાં ડિજિટલ મ્યુઝિકને ઉચ્ચ બનાવવા માટે એલડીએસી તથા DSEE Extreme™ના લીધે હાઈ-રિઝોલ્યુશન ઓડિયો વાયરલેસ માટે સપોર્ટ મળે છે. વધુમાં, ઇયરબડ્સમાં 360 રિયાલિટી ઓડિયો છે, જે એક ઇમર્સિવ ઓડિયો અનુભવ પ્રદાન કરે છે જે તમને સંગીતમાં લીન કરી દે છે[ii]. ફાઇનર વોકલ્સથી લઈને ડીપ બાસ સુધી, બધું WF-1000XM5 પર સંગીત માટે ટ્યુન કરવામાં આવ્યું છે. વાઈડ ફ્રિકવન્સી રિપ્રોડક્શન માટે ખાસ ડિઝાઇન કરેલ ડાયનેમિક ડ્રાઇવર Xના લીધે WF-1000XM5 તમને વધુ સમૃદ્ધ વોકલ્સ અને વધુ ડિટેલ્ડ વોકલ્સનો અનુભવ પૂરો પાડે છે. ડાયાફ્રેમ સ્ટ્રક્ચર ડોમ અને એજ માટે ઘણા અલગ અલગ મટિરિયલ્સને જોડે છે, જેનાથી ક્લિયર હાઈ અને ડીપ, રિચ બાસ સાઉન્ડ અને લો ડિસ્ટોર્શન મળે છે.
OnePlus 13s સ્પેસિફિકેશન્સ: OnePlus બ્રાન્ડનો આ નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં તમારા માટે લોન્ચ થવા જઈ રહ્યો છે, કંપનીએ સોશિયલ મીડિયા પર આ ફોન માટે ટીઝર પણ રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ કે આ ફોનમાં કયા ફીચર્સ ઉપલબ્ધ થવાના છે?
સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ ભારતમાં Realme 14T 5G લોન્ચ કર્યું છે. આ ફોન Realme દ્વારા બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ Realme સ્માર્ટફોન 6000mAh ની મોટી બેટરીના સપોર્ટ સાથે આવે છે.
જો તમે iPhone ખરીદવા માંગતા હો, તો તમને આનાથી સારી તક નહીં મળે. આ સોદો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તેને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી 2,976 રૂપિયાના માસિક EMI પર ખરીદી શકો છો. આ માટે તમારે વધારે ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે નહીં.