ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
FINCARE SMALL FINANCE BANK LIMITED એ ડિજિટલ-ફર્સ્ટ એસએફબી છે જે ખાસ કરીને ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં બેંક વગરના અને અંડર-બેંકવાળા ગ્રાહક સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
બેંક પ્રારંભિક પબ્લિક ઓફરિંગ દ્વારા રૂ. 625 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) ધરાવતા દરેક રૂ. 10ની ફેસ વેલ્યુની ઈક્વિટી શેર કેપિટલ ઈશ્યૂ કરીને તથા અને પ્રમોટર તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ (ઓફર ફોર સેલ) દ્વારા 1,70,00,000 ઇક્વિટી શેરના કુલ મળીને વેચાણ માટે ઓફર દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
બેંક તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંકના ટિયર-વન કેપિટલ બેઝને વધારવા માટે ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.ઇક્વિટી શેર્સની ઓફરમાં ફિનકેર બિઝનેસ સર્વિસીઝ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 1,49,34,779 સુધીના શેર્સ તથા વેગ્નર લિમિટેડ દ્વારા 4,71,754 સુધીના ઇક્વિટી શેર્સ, ટ્રુ નોર્થ ફંડ વી એલએલપી દ્વારા 4,44,140 સુધીના શેર્સ, ઈન્ડિયમ આઈવી (મોરેશિયસ) હોલ્ડિંગ લિમિટેડ દ્વારા 4,30,842 સુધીના ઈક્વિટી શેર્સ, ઓમેગા ટીસી હોલ્ડિંગ પીટીઈ લિમિટેડ દ્વારા
2,23,955 ઈક્વિટી શેર્સ, લીપફ્રોગ રૂરલ ઇન્ક્લુઝન (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા 1,30,787 ઈક્વિટી શેર્સ, કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 1,26,151 ઈક્વિટી શેર્સ, એડલવાઈઝ ટોકિયો લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 1,16,981 ઈક્વિટી શેર્સ, ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા 45,710 ઈક્વીટી શેર્સ, સિલ્વર લીફ ઓક (મોરેશિયસ) લિમિટેડ દ્વારા 35,092 ઈક્વિટી શેર્સ, તાતા કેપિટલ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ દ્વારા 20,572 ઈક્વિટી શેર્સ અને ઝુનો જનરલ ઈન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ એડલવાઈઝ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી) દ્વારા 19,237 ઈક્વિટી શેર્સ ("ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ") (કલેક્ટિવલી શેરહોલ્ડર્સ)નો સમાવેશ થાય છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને એમ્બિટ પ્રાઈવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.