AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી
AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.
અમદાવાદ/કચ્છ/ગુજરાત : આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, મીડિયા મિત્રોને મારો એક સંદેશ છે. હાલ મારા વિશે એક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં કોઈપણ સચ્ચાઈ નથી. આમ આદમી પાર્ટીના વધતા જનસમર્થનને જોઈને ઘણી બધી પાર્ટીઓ પ્રભાવિત થઈ છે અને જેના કારણે હાલ મારા વિરુદ્ધ એક એજન્ડા ચલાવવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી કે મેં પોતે ક્યારેય પણ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા લોકો સાથે સંપર્ક નથી રાખ્યો, ન ક્યારેય સંપર્ક રાખીશું. જો કોઈ પણ સબૂત હોય તો તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવે અને અમે પોતે અપીલ કરીશું કે જે વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હોય અને ક્રિમિનલ એક્ટિવિટીમાં પણ જોડાયેલ હોય તો તેને ડબલ સજા કરવામાં આવે. વીડિયો/ફોટોમાં દેખાઈ રહેલા વ્યક્તિને હું ઓળખતી નથી, જો એ ક્રિમિનલ હોય તો તેને કડક સજા કરો. જાહેર જીવનમાં અમે અનેક લોકોને મળતા હોઈએ, કોઈની સાથે કોઈ આવનાર કોણ છે કોણ નહીં, તેની બધાની જાણ અમને ન હોય.
બીજી વાત હું મીડિયા મિત્રોને જણાવવા માંગીશ કે જ્યારે પણ કોઈ મહિલા વિશે રિપોર્ટિંગ કરવામાં આવે ત્યારે ખૂબ જ જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવામાં આવે અને ભાષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. જે ભાષાનો ઉપયોગ થયો છે તે અમાન્ય છે અને હું અને મારી લીગલ ટીમ આ મુદ્દા પર કામ કરી રહ્યા છીએ. મીડિયા કોઇપણ હકીકતને સામે લાવવા માટે એક મજબૂત માધ્યમ છે, માટે મીડિયાએ કોઈપણ પક્ષ કે વિપક્ષના એજન્ડાને ધ્યાનમાં રાખ્યા વગર જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવું જોઈએ.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.